કાનપુર જેલમાં ૧૦ કેદીઓ કોરોના પોઝીટીવ : તમામ કેદીની તપાસનો આદેશ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/corona-4.jpg)
કાનપુર: ઉત્તરપ્રદેશના કાનપુરમાં એકવાર ફરી કોરોનાએ કહેર શરૂ કર્યો છે જીલ્લા કારાગારમાં ૧૦ નવા કોરોના સંક્રમિત મળ્યા બાદ જીલ્લા પ્રશાસનની બેચેની વધી ગઇ છે. કોરોના સંક્રમિત તમામ ૧૦ કેદીઓને જેલમાંથી શિફટ કરતા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જયારે કોરોના પોઝીટીવના સંપર્કમાં આવેલ કેદીઓ અને કર્મચારીઓને શોધી તેમના પણ નમુના લેવાની તૈયારી ચાલી રહી છે.
સત્તાવાર સુત્રોએ કહ્યું કે કાનપુર સેન્ટ્રલ જેલમાં બંધ ૧૦ કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે
મુખ્ય ચિકિત્સાધિકારી સીએમઓ ડો અનિલ મિશ્રાએ કેદીઓના રિપોર્ટ આવા જ કોવિડ મહામારીનો સામનો કરનારી બે આરોગ્યની ટીમોની રચના કરી અને તાકિદે તેમને જેલ હોસ્પિટલમાં મોકલી આપી બે ટીમોને કારાગાર હોસ્પિટલ મોકલી સમગ્ર જેલને સેનેટાઇઝ કરવામાં આવી છે. સંક્રમિતોના સંપર્કમાં આવનારા બેરકોમાં બંધ અન્ય કેદીઓની તપાસ માટે નમુના લઇ લૈબ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
કાનપુર જેલમાં બનેલ એલ વન હોસ્પિટલમાં કોવિડના લક્ષણ મળેલ ૧૦ કેદીઓને કોવિડ પ્રોટોકોલ હેઠળ ભરતી કરવામાં આવ્યા છે કહેવાય છે કે ચૌબેપુરમાં બનેલ અસ્થાયી જેલથી આ તમામ કેદીઓને કાનપુર જેલ મોકલવામાં આવ્યા હતાં જયાં સવારે તપાસ કરાવવામાં આવી તો આ તમામ કોરોના પોઝીટીવ નિકળ્યા હતાં જીલ્લા જેલ હોસ્પિટલમાં કોવિડ નોડલ અધિકારી ડો સમીર નારાયણે કહ્યું કે ૧૦ કેદીઓમાં કોેરોનાની પુષ્ટી થઇ છે અન્ય કેદીઓને પણ કોરોના સંક્રમણથી બચાવવા માટે પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે.
એ યાદ રહે કે દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેને કારણે કેટલાક રાજયોમાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તો કેટલાક રાજયમાં રાત્રિ કરફયુ લાગુ કરવામાં આવ્યું છે.