Western Times News

Gujarati News

કરમસદ ખાતેના સરદાર વલ્‍લભભાઇ પટેલના નિવાસસ્‍થાનની મુલાકાત લેતા લેફ.ગવર્નર મનોજ સિંહા

આણંદ – આઝાદીનો અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડી યાત્રાના આજના આઠમા દિવસે વહેલી સવારના બોરસદના સૂર્ય મંદિર ખાતેથી દાંડી યાત્રિકો પ્રસ્‍થાન કરે તે પૂર્વે કેન્‍દ્ર શાસિત પ્રદેશ જમ્‍મુ કાશ્‍મીરના લેફ. ગવર્નર શ્રી મનોજ સિંહા બોરસદ ખાતેના સૂર્ય મંદિર ખાતે આવી પહોંચીને દાંડી યાત્રિકો સાથે પદયાત્રા કરી હતી.

બોરસદ ખાતેથી પ્રસ્‍થાન થયેલ દાંડી યાત્રા નિર્ધારીત કાર્યક્રમ અનુસાર બપોરના વિશ્રામ સ્‍થાન એવા રાસ ગામે પહોંચ્‍યા બાદ જમ્‍મુ-કાશ્‍મીરના લેફ. ગવર્નર શ્રી મનોજ સિંહાએ કરમસદ ખાતેના સરદાર પટેલના નિવાસસ્‍થાનની મુલાકાતે પહોંચી ગયા હતા.

શ્રી મનોજ સિંહાએ સરદાર પટેલના નિવાસસ્‍થાને આવી પહોંચીને સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી ભાવાંજલિ અર્પણ કરી હતી.

શ્રી મનોજ સિંહાએ સરદાર પટેલની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કર્યા બાદ સરદાર પટેલ નિવાસસ્‍થાની મુલાકાત લઇને રસપૂર્વક સરદાર પટેલના નિવાસસ્‍થાનની અને પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું.

શ્રી મનોજ સિંહાએ સરદાર પટેલના નિવાસસ્‍થાનની મુલાકાત બાદ તેમણે સરદાર સાહેબના પૈતૃક નિવાસસ્‍થાનની પૂણ્‍યભૂમિને નમન કરવાનું સૌભાગ્‍ય પ્રાપ્‍ત થયું છે. આજે દેશનું જે સ્‍વરૂપ છે તે સરદાર સાહેબના કારણે છે. રજવાડાંઓને એકત્ર કરવાનું શ્રેય આઝાદીના નાયક સરદાર સાહેબના કારણે છે. સરદાર સાહેબે જે દેશની એકતા-અખંડિતતા માટે કામ કર્યું હતું તેમ આજની યુવા પેઢીએ સરદાર સાહેબના સપનાંને સાકાર કરવા અને દેશની એકતા-અખંડિતતાને ટકાવી રાખવા અને આત્‍મનિર્ભર ભારતનું નિર્માણ કરવા સંકલ્‍પબધ્‍ધ થવા કહ્યું હતું.

શ્રી મનોજ સિંહાની સરદાર પટેલની આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્‍લા અગ્રણી શ્રી વિપુલભાઇ પટેલ, પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઇ પટેલ અને કરમસદ નગરપાલિકાના પ્રમુખ શ્રી નિલેશભાઇ પટેલ સાથે રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.