નવજાેત સિંહ સિધ્ધુની પત્નીને મોટી જવાબદારી મળી
જાલધર: પૂર્વ કેબિનેટ મંત્રી નવજાેત સિહ સિધ્ધુની ધર્મપત્ની અને પૂર્વ ધારાસભ્ય ડો નવજાેત કૌર સિધ્ધુને ઓલ ઇન્ડિયા જાટ મહાસભાના પંજાબ વુમૈન વિંગની પ્રધાન નિયુકત કરવામાં આવ્યા છે.
આ જાહેરાત ચંડીગઢમાં થયેલ જાટ મહાસભામાં પંજાબના પ્રધાન હરપાલ સિંહ સિહ હરપુરા તરફથી કરવામાં આવી છે સિધ્ધુને પંજાબમાં મહિલા વિગની મજબુતી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે જયારે આ પ્રસંગ પર કેપ્ટનની સાથે સિધ્ધુની મુલાકાત પહેલા નવજાેત કૌર સિધ્ધુએ કહ્યું હતું કે પૂર્વ કેબિનેટ મંત્રી નવજાેત સિધ્ધુને કોઇ પણ પદની લાલચ નથી તેમનો હેતુ લોકો માટે કામ કરવાનો છે
તેમણે કહ્યું કે બે વર્ષથી જવાબદારી મળવાની વાત થઇ રહી હતી જે હજુ સુધી મળી નથી આ સાથે જ તેમણે કહયું કે પંજાબના ભલા માટે સિધ્ધુને જે પણ યોગ્ય લાગશે તેઓ તેમ જ કરશે એ યાદ રહે કે પંજાબમાં અમરિંદર સિંહ અને નવજાેત સિંહ સિધ્ધુ વચ્ચે મતભદો ચાલી રહ્યાં હતાં જેને કારણે સિધ્ધુએ મંત્રીમંડળમાંથી પણ રાજીનામુ આપી દીધુ હતું.