પૂ. ગાંધીજીએ ભેટ આપેલા ૩પ૦૦ પુસ્તકોનું ડીઝીટલાઈઝેશન કામ પૂર્ણ થયું
મેયરની અધ્યક્ષતામાં એમ.જે. લાયબ્રેરીનું ડ્રાફટ બજેટ રજુ થયુ
(પ્રતિનિધિ) અમદાવાદ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રેરણાથી કાર્યરત થયેલ એચ.જે. લાયબ્રેરીનું નાણાકીય વર્ષ ર૦ર૧-રર માટે મેયર કીરીટભાઈ પરમારની અધ્યક્ષતામાં ડ્રાફટ બજેટ રજુ કરવામાં આવ્યુ હતું
જેમાં ર૦ર૦-ર૧ના બજેટ કરતા રૂા.પ૩ લાખનો ઘટાડો કરવામાં આવ્યો છે. પૂ. મહાત્મા ગાંધી દ્વારા આપવામાં આવેલા પુસ્તકોનું ડીઝીટલાઈઝેશન કામ લાયબ્રેરી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યુ છે.
એમ.જે. લાયબ્રેરીના ગ્રંથપાલ બીપીનભાઈ મોદીના જણાવ્યા મુજબ આગામી નાણાકીય વર્ષ માટે રૂા.૧પ.૩ર કરોડનું ડ્રાફટ અંદાજપત્ર મેયરની અધ્યક્ષતામાં રજુ કરવામાં આવ્યુ હતું
ડ્રાફટ બજેટમાં એમ.જે. લાયબ્રેરી અને તેના સંલગ્ન શાખા પુસ્તકાલયમાં વાંચન સાહિત્ય માટે રૂા.પ૦.૬૦ લાખની જાેગવાઈ કરવામાં આવી છે.
વિવિધ રચનાત્મક પ્રવૃતિઓ માટે બજેટમાં જુદા-જુદા હેડ હેઠળ રૂા.પ૬.૮૦ લાખ ફાળવવામાં આવ્યા છે. એમ.જે. લાયબ્રેરી તેમજ તેમાં આવતા વાચકોના માલ સામાનની સુરક્ષા અને સલામતી માટે રૂા.રપ લાખનો ખર્ચ કરવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરને સ્માર્ટ સીટીનો દરજજાે મળ્યો છે જે અંતર્ગત એમ.જે. લાયબ્રેરીને સ્માર્ટ લાયબ્રેરી તરીકે વિકસાવવા માટે કિ-ઓસ્ક મશીન વસાવવામાં આવ્યા છે. જયારે સામાન્ય વાચનાલય વિભાગમાં જરૂરી ફર્નિચર સાથે કમ્પ્યૂટર સીસ્ટમ તેમજ ઈ-રીડર બુક ઉપલબ્ધ કર્યા છે.
લાયબ્રેરી વેબ પોર્ટલ, વેબ ઓપેક, આરએફઆઈડી સીસ્ટમ શરૂ કરવા તથા શાળા પુસ્તકાલયોમાં મોબાઈલ એપ ના માધ્યમથી વાચકોને પુસ્તક મળી રહે તે માટે ખાસ આયોજન થયું છે. લાયબ્રેરીના પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં ઉપલબ્ધ દૃશ્ય શ્રાવ્ય સાહિત્યને ઓનલાઈન કરવામાં આવ્યા છે
જયારે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પૂજય મહાત્મા ગાંધીજી દ્વારા ભેટ આપવામાં આવેલા ૩પ૦૦ પુસ્તકોનું ડીજીટલાઈઝેશન કરવામાં આવ્યું છે. શહેરના રામોલ-હાથીજણ વોર્ડમાં નવા પુસ્તકાલયના આયોજન કરવામાં આવ્યા છે જયારે અસારવા વોર્ડમાં કૌટિલ્ય વાંચનાલયનું રીનોવેશન કરી ફરી શરૂ કરવામાં આવ્યુ હોવાનું તેમણે વધુમાં જણાવ્યું છે.