Western Times News

Gujarati News

ખોખરામાં અર્બન હેલ્થ સેન્ટરની મહીલા કર્મીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

Files Photo

ત્રણ શખ્સો વિરુધ્ધ જાતિવાદી ટીપ્પણી અને બિભત્સ ઈશારાના આક્ષેપ કર્યા

(પ્રતિનિધિ) અમદાવાદ, ખોખરા વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્યરત એક મહીલા કર્મીએ ગેરહાજર રહેતા મુકરદમની ગેરહાજરી પૂરતા મુકરદમે તેના પુત્ર સાથે મળીને મહીલા સુપરવાઈઝરને ધમકીઓ આપી હતી આ અગાઉ પણ આ બાબતે તેમની વચ્ચે ખટરાગ થયો હતો એ સમયે કોંગ્રેસના નેતાએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું

પરંતુ ત્યારબાદ મુકરદમની હેરાનગતિ વધી જતાં મહીલાએ દવાઓ ગળી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. સમગ્ર ઘટના એવી છે કે જયશ્રીબેન પરમાર ગોમતીપુર પરમાનંદની ચાલી ખાતે રહે છે અને ૧૦ વર્ષથી ખોખરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઈન્ચાર્જ સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે તેમના આસીસ્ટન્ટ તરીકે અર્જુનભાઈ સોઢા છે જયારે અર્જુનના પિતા જગદીશ ઉર્ફે ભુપતભાઈ સફાઈ કામદારના મુકરદમ છે.

ફેબ્રુઆરી માસમાં અર્જુને નોકરીમાં રજાઓ પાડતાં જયશ્રીબેને તેની ગેરહાજરી પુરી હતી જેથી જગદીશભાઈ તથા અર્જુન તેમના માણસો સાથે ઓફીસમાં ધસી જઈ હાજરી પુરી પુરતો પગાર આપવા દબાણ કર્યું હતું. ઉપરાંત તેમને પણ અપશબ્દો બોલતા જયશ્રીબેને પોલીસ બોલાવી ફરીયાદની તજવીજ કરી હતી.

જાેકે કોંગ્રેસ નેતા અપૂર્વ પટેલે કેટલાંક આગેવાનોને પોલીસ સ્ટેશને મોકલી સમાધાન માટે સમજાવતા તે માની ગયા હતા પરંતુ ત્યારબાદ અર્જુનભાઈ અવારનવાર અપુર્વ પટેલના નામે તેમને બદલી કરાવવાની ધમકીઓ આપતા તથા ગંદા ઈશારા કરતા હતાં.

જયશ્રીબેને આક્ષેપ કર્યો છે કે થોડા દિવસ અગાઉ ખુદ અપૂર્વ પટેલે પણ તેમને જાતિ આધારીત ટીપ્પણી કરીને પરેશાન કર્યા હતા દરમિયાન બુધવારે તેમના ઉપરીએ ફોન કરી તેમની બદલીનો ઓર્ડર આવ્યાનો જણાવ્યું હતું જેથી જયશ્રીબેન સિધા ઓફીસે પહોચ્યા હતા અને સમગ્ર હકીકત જાણ્યા બાદ લાગી આવતા ઉંઘની તથા અન્ય ગોળીઓ ખાઈ લેતા બેભાન થઈ ગયા હતા જેના પગલે ઓફીસના સ્ટાફે ૧૦૮ દ્વારા તેમને હોસ્પીટલે પહોચાડયા હતા જયાંથી જયશ્રીબેને ખોખરા પોલીસને પોતાની ફરીયાદ આપી હતી આ મામલો હાલમાં એસસી/એસટી સેલમાં ટ્રાન્સફર થયાનું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.