ભારતમાં વાર્ષિક ર૦ લાખની બચત ધરાવતા ૬.૩૩ લાખ પરિવાર
(એજન્સી) નવીદિલ્હી, ભારતીયોમાં સતત વધતી જતી આર્થિક અસમાનતા વચ્ચે હવે અક નવો વર્ગ ઉદયથયો છે. વાર્ષિક ર૦ લાખ જેટલી બચત કરતા આ વર્ગને ‘ન્યુ મીડલ ક્લાસ’ નામ આપવામાં આવ્યુ છે. દેશમાં આવા ૬.૩૩ લાખ પરિવારો હોવાનું હુરૂન વેલ્થ રીપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે.
હુરૂન ઈન્ડીયા વેલ્થ રીપોર્ટ આજે જારી કરવામાં આવ્યો હતો. તેમાં આ નવા વર્ગનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ વર્ગ મોટાભાગે પ્રોપર્ટી તથા વાહનો-ઓટોમોબાઈલમાં જ ખર્ચ કરે છે. રીપોર્ટમા દર્શાવવામાંં આવ્યા અનુસાર ભારતમાં સાત કરોડની નેટવર્થ ધરાવતા પરિવારોની સંખ્યા ૪,૧ર,૦૦૦ છે.
૧૦૦૦ કરોડથી વધુ સંપત્તિ ધરાવતા પરિવારોની સંખ્યા ૩૦૦૦ દર્શાવવામાં આવી છે. જયારે વાર્ષિક અઢી લાખથી વધુની આવક તથા ૭ કરોડથી ઓછી નેટવર્થ ધરાવતા પરિવારો ૬૪ કરોડ હોવાનું દર્શાવવામાં આવ્યુ છે. ભારતીયોની બે અલગ અલગ વ્યાખ્યા દર્શાવવામાં આવી છે.
નોકરીની સાથોસાથ એફ.ડી. પ્રોપર્ટી તથા શેરમાર્કેટમાં રોકાણ મારફતે આવક ધરાવતો એક વર્ગ છે. જ્યારે બીજાે ધનિક વર્ગ વારસાઈ સંપત્તિ ઉપરાંત, વેપારધંધા મારફતે તથા અન્ય રોકાણ પર કમાણી કરતો બીજાે વર્ગ છે. એક અબજ ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા પરિવાર ર૦૦ છે. ર૦૦ કરોડની સંપત્તિ ધરાવનારા ૧૩૦૦૦, ૧૦૦ કરોડની સંપત્તિ ધરાવનારા ર૩૦૦૦ તથા ૧૦ કરોડની સંપત્તિ ધરાવનારા ર.૯૪ લાખ છે. રીપોર્ટમા દર્શાવાયા અનુસાર તમામ વર્ગમાં રોકાણ પ્રણાલી ભીન્ન ભીન્ન છે.