Western Times News

Gujarati News

ચૂંટાયેલા નગર સેવકે નિયમો નેવે મૂકી જન્મ દિવસ ઉજવ્યો

File photo

સુરતના નગરસેવક નરેન્દ્ર પાંડવે જન્મ દિવસ ઉજાણીમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કર્યા

સુરત, ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સુરત શહેરમાં તો જાણે કે કોરોનનો વિસ્ફોટ જ થયો છે. તંત્ર સતત લોકોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાની સલાહ આપી રહ્યું છે. તાજેતરમાં જ સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી.

કોરોનાના કેસ વધતા ચૂંટાયેલા નગરસેવકો પણ લોકોને સતત કોરોનાના નિયમો પાળવાનં કહી રહ્યું છે. જાેકે, લોકોને સલાહ આપતા નગરસેવકો ખુદ આ નિયમોનું પાલન કરી રહ્યા ન હોય તેવો બનાવ સુરતમાં સામે આવ્યો છે. સુરતના એક નગરસેવક નરેન્દ્ર પાંડવ પોતાના જન્મ દિવસ ઉજાણીમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કર્યો હોય તેવી તસવીરો વહેતી થઈ છે. હાલ ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે સૌથી વધુ કેસ સમદાવાદ અને સુરત શહેરમાં આવી રહ્યા છે.

આથી તંત્ર દ્વારા લોકોને કોરોના ગાઈડલાઇનનું કડક પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. જાે કોઈ વ્યક્તિ નિયમોનું પાલન નથી કરતું તો તેને આકરો દંડ ફટકારવામાં આવે છે. જાેકે, રાજકીય પાર્ટીઓના આગેવાનોને કોરનાની કોઈ ડર ન હોય તેમ તેઓ લોકોને તો સલાહ આપી રહ્યા છે પરંતુ ખુદ નિયમોનું પાલન નથી કરી રહ્યા.

આવું કરીને તેઓ લોકોનો જીવ જાેખમમાં મૂકી રહ્યા છે. સુરત શહેરના વોર્ડ નંબર-૭ના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલ નગરસેવક નરેન્દ્ર પાંડવે મૂકબધીર બાળકો સાથે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે કોરોનાના નિયમોનું પાલન કર્યું ન હતું. પોતે માસ્ક પણ પહેર્યું ન હતું.

કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જાેવા મળ્યો તો. આ રીતે આ નગરસેવકે બાળકોનાં જીવ પણ જાેખમ મૂક્યા હતા. હાલ આ નગરસેવકના જન્મ દિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરો વાયરલ થતા જ લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. એક તરફ તંત્ર તરફથી લોકોને અનેક નિયમોનું પાલન કરવાની ફરજ પાડવામાં આવી છે ત્યારે બીજી તરફ નગર સેવક ખુદ નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા હોવાથી લોકોમાં રોષ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.