બાટાએ કાર્તિક આર્યનને દર્શાવતી રિલેક્સ વર્કવેરની નવી TVC રજૂ કરી
ઉદ્યોગમાં સૌપ્રથમ ‘રિલેક્સ વર્કવેર’ કલેક્શન પ્રસ્તુત કર્યું, જે ઓફિસમાં જઈને કામ કરવાના પરિવર્તનને સરળ બનાવશે
નવી દિલ્હી, એક વર્ષના ગાળા પછી ઓફિસો ખુલી ગઈ છે અને જે લોકોએ ઘરેથી કામ કરવાની સાથે શાંતિ મેળવી છે, તેમની આ જીવનશૈલી માટે મોટું પરિવર્તન છે. જે લોકો ઓફિસમાં કામ કરવા તરફ પરત ફરી રહ્યાં છે એમને મદદ કરવા માટે બાટા ઇન્ડિયાએ કાર્તિક આર્યનને ચમકાવતી એક નવી ટીવીસી પ્રસ્તુત કરી છે,
જેમાં કાર્તિક ઉદ્યોગમાં સૌપ્રથમ ‘રિલેક્સ્ડ વર્કવેર’ કલેક્શન પ્રસ્તુત કરે છે. કલેક્શનને 4 લેટેસ્ટ ઓફર મેમરી કમ્ફર્ટ ટેક, લાઇફસોલ કમ્ફર્ટ ટેક, કન્ટૂર ફિટ અને હશ પપ્પીઝ બાઉન્સ પર ગર્વ છે, જે દરેકને રિલેક્સ રહેવા અને ઓફિસમાં ઘર જેવી સુવિધા અનુભવવા સક્ષમ બનાવશે.
બાટાના રિલેક્સ્ડ વર્કવેરની ટીવીસી કોન્ટ્રાક્ટ એડવર્ટાઇઝિંગે બનાવી છે, જેમાં કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર કાર્તિક આર્યન જોવા મળે છે. તે એના રૂમમેટને ઓફિસમાં ફોર્મલ શૂ પહેરવા વિશે વાત કરતા સાંભળે છે. પછી એનો રૂમમેટ ઓફિસમાં આખો દિવસ પ્રતિકૂળ શૂ સાથે કામ કરવાની ચિંતા વ્યક્ત કરે છે. એટલે કાર્તિક બાટાના રિલેક્સ્ડ વર્કવેર રેન્જમાંથી સુવિધાજનક શૂની પેર લઈ આવે છે અને એના મિત્રને અજમાવવા કહે છે. મિત્રને બાટાના શૂની સુવિધાથી નવાઈ લાગે છે. જેઓ તે શૂ કાઢે છે કાર્તિક એને લઈ લે છે અને મિત્રને બાટાના સ્ટોરની મુલાકાત લઈને એના માટે નવી પેર ખરીદવા કહે છે.
ટીવીસી હવે લાઇવ થઈ છેઃ નવી ટીવીસી સાથે બાટા ઇન્ડિયા દરેકને તેમના ઓફિસના રુટિનમાં ઘર જેવી સુવિધા માણવા પ્રેરિત કરે છે અને ખાતરી આપે છે કે, બાટાની લેટેસ્ટ રેન્જ ‘રિલેક્સ્ડ વર્કવેર’ સાથે તેઓ ઓફિસમાં ઘરે જેવી સુવિધા માણી શકે છે. આ રેન્જ બાટાની ફૂટવેરની બહોળી રેન્જ અને બાટા રેડ લેબલ, બાટા કમ્ફિટ, હશ પપ્પીઝ અને નેચરલાઇઝર જેવી એની સબ-બ્રાન્ડ ઓફર કરે છે. ટ્રેન્ડી સ્નીકર્સથી સ્ટાઇલિશ બૂટ, અદ્યતન લોફર્સ સુધી આ કલેક્શન વિવિધ ડિઝાઇનો ધરાવે છે, જે દરેક પ્રકારનાં વસ્ત્ર પર શોભી ઉઠશે.
આ નવી ટીવીસી પર બાટા ઇન્ડિયા લિમિટેડના માર્કેટિંગ એન્ડ કસ્ટમર સર્વિસના વાઇસ-પ્રેસિડન્ટ આનંદ નારંગે કહ્યું હતું કેઃ “ઓફિસો ફરી ખુલી ગઈ છે, લોકોએ એક વર્ષના ગાળામાં જીવનશૈલીમાં એક વધુ પરિવર્તન અનુભવ્યું છે. દરેક તેમના ઘરેથી સુવિધાજનક રીતે કામ કરવા ટેવાઈ ગયા છે અને તેમને ઓફિસમાં જીવનને ફરી એડજસ્ટ કરવામાં મુશ્કેલી પડે છે એ સ્વાભાવિક છે. અમે લોકો માટે આ પરિવર્તનને સરળ બનાવવા ઇચ્છતાં હતાં,
જે અમને ઉદ્યોગમાં સૌપ્રથમ રિલેક્સ્ડ વર્કવેર રેન્જ પ્રસ્તુત કરવા તરફ દોરી ગઈ છે, જે મહિલાઓ અને પુરુષો બંને માટે છે. આ અભિયાન દ્વારા અમે ગ્રાહકો આવે અને અમારા સ્ટોર્સમાં તથા ઓનલાઇન સાઇટ bata.inમાં બાટા રેડ લેબલ, બાટા કમ્ફિટ, હશ પપ્પીઝ અને નેચરલાઇઝરનો અનુભવ લે એવું ઇચ્છીએ છીએ. આ વિશિષ્ટ ફૂટવેરની રેન્જ ફોર્મલ અને સ્ટાઇલિશ હોવા છતાં કેઝ્યુઅલ ફૂટવેરની સુવિધા આપે છે તેમજ સિઝનના લેટેસ્ટ કલર અને ડિઝાઇનમાં ઉપલબ્ધ છે.”
કોન્ટ્રાક્ટ ઇન્ડિયાના ચીફ ક્રિએટવ ઓફિસર સાગર મહાબલેશ્વરકરે કહ્યું હતું કેઃ “આ રસપ્રદ કામ હતું, જેમાં ઓફિશિયલ વર્કવેર બ્રાન્ડ રોગચાળા પછીના સમયમાં વર્કવેરમાં નવેસરથી પરિભાષિત થવા ઇચ્છે છે. અત્યારે રિલેક્સ્ડ ફૂટવેરની માગ સ્વાભાવિક છે, જેને કોઈ પણ કામ કરવા સરળતાપૂર્વક પહેરી શકે.
બાટા જેવી લીડર બ્રાન્ડ જ આ અભિગમ અપનાવી શકે. નવો બ્રાન્ડ એમ્બેસેડર કાર્તિક આર્યન ઉચિત પસંદગી છે, જે એની પોતાની આગવી શૈલીમાં આ સંદેશ આપે છે.”