Western Times News

Gujarati News

ક્રિસ ગેલે મફત રસી આપવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો

જમૈકા: વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વરસી રહ્યો છે. આ મહામારીને પહોંચી વળવા, ભારત માત્ર તેના દેશના લોકોને આ જીવલેણ વાયરસથી બચાવવાના ઝુંબેશમાં જ લાગેલું નથી, પરંતુ માનવીય સહયોગ યોજના હેઠળ વિશ્વના દેશોમાં નિઃશુલ્ક કોરોના રસી પણ આપી રહ્યું છે. આ યોજના અંતર્ગત રસીની ખેપ પણ ભારત તરફથી જમૈકાને મોકલવામાં આવી છે. ભારતની આ પહેલ અંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ક્રિસ ગેલે એક મોટું નિવેદન આપ્યું છે.

જમૈકાને રસી પૂરી પાડવા બદલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ગેલે પીએમ મોદી, ભારત સરકાર અને ભારતના લોકોનો જમૈકાને નિઃશુલ્ક કોરોના રસી આપવા બદલ આભાર માન્યો છે. ગેલે લખ્યું, હું તમારા બધાનો આભાર માનું છું. અમે આ પહેલની પ્રશંસા કરીએ છીએ.એ યાદ રહે કે આ મહિનાની ૮ મી માર્ચે ભારત સરકારે એસ્ટ્રાઝેનેકા રસીના ૫૦,૦૦૦ ડોઝ જમૈકાને મોકલ્યા હતા. જે પછી જમૈકાએ કોરોના વાયરસ રસીનો ડોઝ મોકલવા બદલ ભારતનો આભાર માન્યો.

એક ટ્‌વીટમાં જમૈકાના વડા પ્રધાન એન્ડ્ર્યુ હોલ્નેસે કહ્યું, “મને એ કહેતા ખૂબ જ આનંદ થાય છે કે અમને ભારત સરકાર દ્વારા દાન કરવામાં આવેલી એસ્ટ્રાઝેનેકા રસીના ૫૦,૦૦૦ ડોઝની પ્રથમ બેચ મળી.આ પહેલા વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર આંદ્રે રસેલે પણ રસીને લઇ પીએમ નરેન્દ્ર મોદીને આભાર સંદેશ મોકલ્યો છે. આંદ્રે રસેલે પીએમ મોદી અને ભારતીય હાઈ કમિશનનો આભાર માનીને એક વીડિયો સંદેશ આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.