ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા બસ સ્ટેન્ડ એરિયા માં બે પરબ કરાઈ
ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા તારીખ 19 -3 -2021 ના રોજ ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ પાસે એક પાણીની પરબ તથા ડોક્ટર પરેશભાઈના દવાખાના આગળ બીજી એમ બે પરબ શરૂ કરવામાં આવી. ખેડબ્રહ્માના શ્યામનગર પાસે આવેલ માણેકનાથ મંદિરના મહંત શ્રી મનહરદાસજી મહારાજ ના હસ્તે આ પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી.
ખેડબ્રહ્મા શહેરમાં અંબિકા સુપરમોલ ના માલિક રાજુભાઈ સીન્ધીના માતૂશ્રીની યાદમાં બસ સ્ટેન્ડ વાળી પરબનો નાણાકીય સહયોગ મળેલ છે.તથા ડોક્ટર પરેશ ભાઈના દવાખાના વાળી પરબ માટે સહયોગ ડોક્ટર પરેશભાઈ મહેતાએ આપેલ છે. એસટી ડેપો મેનેજર શ્રી હાર્દિકભાઈ સગરનો પણ પૂર્ણ સહયોગ રહ્યો છે.
આ શુભ પ્રસંગે ભારત વિકાસ પરિષદના વિભાગમંત્રી નિકેશભાઇ સંખેશરા, ખેડબ્રહ્મા ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડાૅ. રોહિત દેસાઈ તથા મંત્રી રાજુભાઈ ગોસ્વામી તથા પરિષદના તમામ સદસ્યોએ હાજરી આપી હતી.