Western Times News

Gujarati News

કુશાકના લોન્ચ સાથે ભારતમાં સ્કોડા અને ફોક્સવેગન ગ્રુપ માટે નવા યુગની શરૂઆત

Mr.-Gurpratap-Boparai-Managing-Director-SAVWIPL-H.E.-Mr.-Milan-Hovorka-Ambassador-of-Czech-Replubic-to-India-Mr.-Zac-Hollis-Direct-of-Sales-Services-and-Marketing-SKODA-AUTO-India

“કુશાક” ભારતમાં સ્કોડાને ગ્રોથ આપશે -ઇન્ડિયા 2.0 પ્રોજેક્ટના પ્રથમ ઉત્પાદન “કુશાક” કારની વૈશ્વિક સમીક્ષા

સ્કોડા પોતાની નવી બ્રાન્ડ કુશાક લોન્ચ કરી રહ્યું છે. સ્કોડાએ ભારતમાં ઝડપથી  વિકસતા મધ્ય આકારના એસયુવી સેગમેન્ટને લક્ષ્યમાં રાખીને લોન્ચ કરી છે. સ્કોડા કુશાકએ ઇન્ડિયા 2.0 પ્રોજેક્ટનું પ્રથમ ઉત્પાદન છે. ભારતીય મહાદ્વીપમાં પોતાનાં આ મોડેલના અભિયાન માટે સ્કોડા ઓuટોની મુખ્ય જવાબદારીમાં ફોક્સવેગન ગ્રુપે 1 બિલીયન યુરોનું રોકાણ કર્યું છે. તેનો ફાયદો લાંબા સમય સુધી સ્કોડા અને ફોક્સવેગન કંપનીને મળવાની અપેક્ષા છે.

સ્કોડા ઓટોના સીઈઓ થોમસ ચાફરે કહે છે કે આજનો દિવસ સ્કોડા અને ફોક્સવેગન માટે ખૂબ જ ખાસ દિવસ છે. કારણ કે આજે આ કારનું વર્લ્ડ પ્રીમિયર થવા જઇ રહ્યું છે. અમે ભારતીય બજારમાં અમારું મોડેલ અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છીએ.

અઢી વર્ષ પહેલાં ફોક્સવેગન ગ્રૂપે અમને કામ સોંપ્યું હતું અને અમને ભારતીય બજારની જવાબદારી સ્વીકારવાનું કહેવામાં આવ્યું હતું. જે જવાબદારી અમને સોંપવામાં આવી હતી તે નિભાવવા માટે અમે આગળ વધી રહ્યા છીએ. હું ગુરપ્રતાપ બોપારાય અને તેની ટીમનો આભાર માનું છું. આ માટે તેણે અત્યાર સુધીની મહેનત દ્વારા ઘણું હાંસલ કર્યું છે. અત્યારે અમે ભારતીય ઉપમહાદ્વીપ પર આગળનાં પગલાઓ માટે પ્રયાસરત છીએ.

અમે આ નવા મોડેલને સફળતાપૂર્વક શરૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ. આ શરૂઆત ભારતીય મહાદ્વીપમાં આપણા આગલા પગલા માટે આ શરુઆત ખૂબ જ અર્થ  છે. હું દેશના મહાન વિકાસ ક્ષમતાથી અભિભૂત છું અને અમે તેના સૌથી વધુ લાભ સ્કોડા અને ફોક્સવેગન માટે કરીશું.

સ્કોડા ઓટો ફોક્સવેગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ગુરપ્રતાપ બોપારાયએ જણાવ્યું હતું કે, “કુશાકના અનાવરણ સાથે ભારતમાં સ્કોડા ઓટો અને ફોક્સવેગન ગ્રુપ માટે નવા યુગની શરૂઆત થઈ રહી છે. સ્કોડા એસયુવી પરિવાર પાસે નવીનતમ અને આકર્ષક ડિઝાઇન, મેળ ન ખાતી કામગીરી, શ્રેષ્ઢ ગુણવત્તા, અનુકરણીય મૂલ્ય દરખાસ્ત, ઉત્તમ સલામતી અને ઘણાં ફીચર્સ સામેલ છે.

કુશાક કાર ઇન્ડિયા 2.0 પ્રોજેક્ટ અંતર્ગત ડિઝાઇન અને વિકસિત પ્રથમ ઉત્પાદન છે. તે એમક્યુબી-એ0-આઈએન પ્લેટફોર્મ પર આધારિત છે. સ્કોડા કુશાક આપણા રાષ્ટ્રની વૈવિધ્યતાથી પ્રેરિત છે જે વૈશ્વિક સ્તરે પ્રતિધ્વનિત હોય છે. સ્કોડા કુશાક સાથે, અમે મધ્ય આકારના એસયુવીઓની વધતી માંગને પહોંચી વળવા માટે તૈયાર છીએ. ભારતમાં, આગામી કેટલાંક વર્ષમાં આ સેગમેન્ટ કેટલાંક ગણા વધવાની અપેક્ષા છે.

સ્કોડા કુશાક એમક્યુબી-એ0-આઈએન પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. ભારતીય બજારને ધ્યાનમાં રાખીને, સ્કોડાએ એમક્યુબી પ્લેટફોર્મ અપનાવ્યું છે. નોંધનીય છે કે ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, સ્કોડાએ તેની કારને ઉચ્ચ ગુણવત્તાની બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

સ્કોડાએ આ કારને શ્રેષ્ઠ ટીએસઆઈ એન્જિન અને શ્રેષ્ઠ ડિઝાઇન સાથે રજૂ કરી છે. આ કારમાં આધુનિક ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ કરાઈ છે. ઉપરાંત, તેને ખૂબ આરામદાયક બનાવવામાં આવ્યું છે. કુશાકમાં સુરક્ષા સુવિધાઓની પણ સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે. નવી એસયુવી ગ્રુપના મોડેલ અભિયાનના સફળ પ્રક્ષેપણ માટે તૈયાર છે. આ કાર માટે જૂન મહિનાથી ઓર્ડર લેવામાં આવશે. પ્રથમ કુશાક કાર જુલાઈ મહિનામાં ગ્રાહકોને પહોંચાડવામાં આવશે.

ભારતમાં વિકાસ અને ઉત્પાદન સાથે સંબંધિત 95 ટકાના સ્થાનિકીકરણ સ્તરને પ્રાપ્ત કરવા માટે , સ્કોડાએ તેના પુણે પ્લાન્ટમાં નવી એમક્યુબી ઉત્પાદન પ્રણાલી પણ સ્થાપિત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.