Western Times News

Gujarati News

પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સએ NCD ઇશ્યૂ કરીને રૂ. 4,050 કરોડ ઊભા કર્યા

મુંબઈ : પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (પીઇએલ કે કંપની)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (પીસીએચએફએલ)એ બે હપ્તામાં લાંબા ગાળાના, પાંચ વર્ષના નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સ (એનસીડી) ઇશ્યૂ કરીને રૂ. 4,050 કરોડ ઊભા કર્યા છે.

એનસીડીના પ્રથમ હપ્તામાં રકમ રૂ. 2,000 કરોડ હતી, જે 10 માર્ચ, 2021ના રોજ ખુલ્યો હતો અને 12 માર્ચ, 2021 સુધી ખુલ્લો રહ્યો હતો. બીજા હપ્તામં રકમ રૂ. 2,050 કરોડ હ તી, જે 18 માર્ચ, 2021ના રોજ ખુલ્યો હતો અને 19 માર્ચ, 2021ના રોજ બંધ થયો હતો. અગ્રણી રેટિંગ એજન્સી કેર રેટિંગ્સે બંને ઇશ્યૂને ‘AA’ રેટિંગ આપ્યું હતું.

પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રાજેશ લઢ્ઢાએ કહ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2019-20ની શરૂઆતથી અમે જવાબદારીઓને વધારે સ્થિર, લાંબા ગાળાના સ્ત્રોતો ધરાવતા ફંડ તરફ નોંધપાત્ર પરિવર્તન કર્યું છે. કંપનીએ લાંબા ગાળાના વિવિધ ઋણ અને ઇક્વિટી વ્યવહારો દ્વારા એપ્રિલ, 2019થી અત્યાર સુધી રૂ. 50,000 કરોડથી વધારેનું ફંડ ઊભું કર્યું છે,

જેથી બેલેન્સ શીટને મજબૂત કરી શકાય. ઇક્વિટીમાં ચોખ્ખા ઋણનો હિસ્સો 1x ગણાથી ઓછો હોવાની સાથે આગામી થોડા વર્ષો માટે અમારા બંને વ્યવસાયો માટે મૂડીની ઉપલબ્ધતામાં પર્યાપ્ત વધારો થયો છે. પાંચ વર્ષના રૂ. 4,050 કરોડના એનસીડી ઇશ્યુએ અમારી જવાબદારીમાં નોંધપાત્ર સુધારાને દ્રઢ કર્યો છે અને અમારી બેલેન્સ શીટ મજબૂત કરી છે. અમે હવે અમારી નાણાકીય સેવાઓ અને ફાર્મા વ્યવસાયો એમ બંનેમાં વૃદ્ધિની તકો ઝડપવાની સારી સ્થિતિમાં છીએ.”

નાણાકીય વર્ષ 2019-20ની શરૂઆતથી અત્યાર સુધી બજારમાં મોટા પાયે વધઘટ થઈ હોવા છતાં પીઇએલએ લાંબા ગાળાના વધારે ઋણ તરફ એની જવાબદારીઓ નોંધપાત્ર રીતે ખસેડી છે. આ પરિવર્તનના ભાગરૂપે કંપનીએ એપ્રિલ, 2019થી અત્યાર સુધી રૂ. 50,000 કરોડ ઊભા નીચેના માધ્યમો દ્વારા ઊભા કર્યા છેઃ

·         રૂ. 18,000 કરોડથી વધારેના કેટલાંક ઇક્વિટી વ્યવહારો, જેમાં સામેલ છે:

o   સીડીપીક્યુને પ્રેફરેન્શિયલ ફાળવણી રૂ. 1,750 કરોડ

o   રૂ. 3,650 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ, જે 1.15 ગણો ઓવર-સબસ્ક્રાઇબ થયો હતો

o   અમેરિકામાં કોવિડ-19 કટોકટી વચ્ચે રૂ. 6,950 કરોડ માટે ડીઆરજીનું વેચાણ

o   રૂ. 2,300 કરોડમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટના હિસ્સાનું વેચાણ

o   કાર્લાઇલ ગ્રૂપ દ્વારા ફાર્મા બિઝનેસમાં 20 ટકા હિસ્સા માટે રૂ. 3,523 કરોડનું નવું ઇક્વિટી રોકાણ. ભારતીય ફાર્મા ક્ષેત્રમાં સૌથી મોટા સોદા પૈકીનો આ પીઇ સોદાનું મૂલ્ય અમારા ફાર્મા બિઝનેસમાં 2.7 અબજથી 3.1 અબજ ડોલરનું છે.

·         જ્યારે એપ્રિલ, 2019થી અત્યાર સુધી લાંબા ગાળાનું (≥1 વર્ષનો ગાળો) રૂ. 32,000 કરોડનું ઋણ ઊભું કર્યું હતું, ત્યારે સપ્ટેમ્બર, 2018માં કમર્શિયલ પેપર (સીબી)માં રોકાણ રૂ. 18,017 કરોડથી નોંધપાત્ર રીતે ઘટાડીને ડિસેમ્બર, 2020માં રૂ. 1,050 કરોડનું કર્યું છે.

o   કોવિડ-19ની અસર છતાં કંપનીએ નાણાકીય વર્ષ 2020-21માં અત્યાર સુધી (લેટેસ્ટ એનસીડી ઇશ્યૂ સહિત) બેંક લોન્સ અને એનસીડી મારફતે લાંબા ગાળાનું (≥1 વર્ષનો ગાળો) રૂ. 18,940 કરોડનું ઋણ ઊભું કર્યું હતું.

આ પગલાંએ તમામ બકેટ્સમાં નોંધપાત્ર પોઝિટિવ ગેપ્સ સાથે નાણાકીય સેવાઓના વ્યવસાયોની એએલએમ પ્રોફાઇલમાં સુધારો કર્યો છે.

ઉપરાંત આ વ્યવહારોથી કંપનીની બેલેન્સ શીટ અર્થપૂર્ણ રીતે મજબૂત થઈ છે, જે દોરી ગઈ છેઃ

·         ઇક્વિટીમાં 30 ટકા સુધીનો વધારો, જે માર્ચ, 2019માં રૂ. 27,224 કરોડથી ડિસેમ્બર, 2020 સુધીમાં રૂ. 35,467 કરોડ થઈ

·         માર્ચ, 2019થી ડિસેમ્બર, 2020 સુધીમાં ચોખ્ખા ઋણમાં રૂ. 24,072 કરોડનો (44 ટકાનો) ઘટાડો

·         માર્ચ, 2019માં ઇક્વિટીમાં ચોખ્ખું ઋણ 2x ગણાથી ઘટીને અત્યારે 0.9x ગણું થયું.

o   નાણાકીય સેવાના વ્યવસાયની ઇક્વિટીમાં ચોખ્ખું ઋણ ડિસેમ્બર, 2018માં 4.4x ગણાથી ઘટીને 1.9x ગણું થયું – આ રેશિયો ભારતમાં નોંધપાત્ર એનબીએફસી/એચએફસીમાં સૌથી ઓછો રેશિયો ધરાવતી સંસ્થાઓ પૈકીનો એક છે, મૂડી પૂર્તતા રેશિયો ડિસેમ્બર, 2018માં 22 ટકાથી વધીને ડિસેમ્બર, 2020માં 37 ટકા થયો.

o   ફાર્મા વ્યવસાયની ઇક્વિટીમાં ચોખ્ખા ઋણનો રેશિયો માર્ચ, 2020માં 0.9x ગણાથી ઘટીને ડિસેમ્બર, 2020માં 0.5x ગણો થયો – જે ભારતમાં મોટા ભાગની ફાર્મા કંપનીઓને અનુરૂપ છે.

·         નાણાકીય વર્ષ 2019-20ના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન અમે અમારા નાણાકીય સેવા વ્યવસાયમાં જોગવાઈમાં રૂ. 1,903 કરોડનો વધારો પણ કર્યો હતો, પછી કુલ જોગવાઈ ડિસેમ્બર, 2020 સુધીમાં રૂ. 2,935 કરોડ થઈ હતી – જે સંપૂર્ણ લોનબુકના 6.3 ટકાને સમકક્ષ કે હોલસેલ લોન બુકના 6.8 ટકાને સમકક્ષ છે – જે આ લાંબા ગાળાના માઠા વાતાવરણને કારણે ઊભી થઈ શકે એવી કટોકટીને પૂર્ણ કરવા માટે છે.

·         મૂડીભંડોળ ઊભું કરવાની વિવિધ પહેલ પછી પર્યાપ્ત જોગવાઈ અને ઓછી સરેરાશ સાથે અમારી મજબૂત બેલેન્સ શીટ અમને નાણાકીય સેવાઓ અને ફાર્મા ક્ષેત્ર એમ બંનેમાં લક્ષિત વૃદ્ધિગત પહેલોમાં મદદરૂપ થશે.

·         અમારું માનવું છે કે, ઇક્વિટી મૂડીનો વપરાશ સુધારવાની પર્યાપ્ત તક છે, કારણ કે અમારા બંને વ્યવસાયો આગામી થોડાં વર્ષો માટે મૂડીમાં પર્યાપ્ત વૃદ્ધિ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.