Western Times News

Gujarati News

બાર્બેક્યૂ-નેશનનો IPO 24 માર્ચ, 2021ના રોજ ખુલશે; પ્રાઇસ બેન્ડ Rs.498–Rs.500

બિડ/ઓફર ખુલવાની તારીખ- બુધવાર, 24 માર્ચ, 2021 અને બિડ/ઓફર સમાપ્તિ તારીખ -શુક્રવાર, 26 માર્ચ, 2021

અમદાવાદ, બાર્બેક્યૂ-નેશન હોસ્પિટાલિટી લિમિટેડ (બીએનએચએલ અથવા “કંપની”તરીકે ઓળખાય છે) તેના ઇક્વિટી શેર્સની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (“ઓફર”/“આઈપીઓ”)ના અનુસંધાનમાં બિડ/ઓફર બુધવાર, 24 માર્ચ, 2021ના રોજ ખુલ્લી મૂકશે અને શુક્રવાર, 26 માર્ચ, 2021ના રોજ બંધ કરશે. Barbeque-Nation Hospitality Limited Initial Public Offering of Equity Shares opening on March 24, 2021

ઓફર માટેની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ Rs.498–Rs.500 નક્કી કરવામાં આવી છે. ટેક્નોપેક એડવાઇઝર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા 19 ફેબ્રુઆરી, 2021ના એક અહેવાલ મુજબ, તે ભારતની એક અગ્રણી કેઝ્યુઅલ ડાઇનિંગ રેસ્ટોરન્ટ ચેઇન (30 સપ્ટેમ્બર, 2020 મુજબ આઉટલેટ સંખ્યા પ્રમાણે) છે.

કંપની અને વેચાણકર્તા શેરહોલ્ડર, તામરા પ્રાઇવેટ લિમિટેડ (“TPL”) બૂક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”)ની સલાહ સાથે, એન્કર રોકાણકારો(“એન્કર ઇન્વેસ્ટર્સ”)ની ભાગીદારી વિચારી શકે છે, જે બિડ/ઓફરની ખુલવાની તારીખના એક કાર્યકારી દિવસ પહેલા એટલે કે મંગળવાર, 23 માર્ચ, 2021ના રોજ થશે.

Rahul-Agrawal-CEO-Director-Barbeque-Nation-Hospitality-Ltd-

આઈપીઓમાં Rs.5ની મૂળકિંમતના કુલ Rs.180 કરોડના ઇક્વિટી શેરોના ફ્રેશ ઇશ્યુ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા પ્રત્યેક Rs.5ની મૂળકિંમતના 54,57,470 સુધીના ઇક્વિટી શેરોની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. કુલ Rs.2 કરોડ સુધીના ઇક્વિટી શેરો લાયક કર્મચારીઓ માટે અનામત રહેશે.

કંપની ફ્રેશ ઇશ્યુમાંથી મળનારી ચોખ્ખી ઉપજનો ઉપયોગ નવી રેસ્ટોરાંઓ ખોલવા અને વિસ્તારવા, કંપની દ્વારા લેવામાં આવેલા ઋણના અમુક બાકી ઉધારની આંશિક અથવા સંપૂર્ણ પૂર્વચુકવણી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વિચારે છે.

ટેક્નોપેકના રિપોર્ટ અનુસાર, બીએનએચએલે ભારતીય રેસ્ટોરાંઓમાં ‘ઓવર ધ ટેબલ બાર્બેક્યૂ’ના કન્સેપ્ટનું ફોર્મેટ લાવવામાં પહેલ કરી હતી. સૌ પ્રથમ બાર્બેક્યૂ નેશન રેસ્ટોરાં 2006માં પ્રમોટર્સ પૈકીની એક, સયાજી હોટેલ્સ લિમિટેડ (“એસએચએલ”) દ્વારા શરૂ કરવામાં આવી હતી.

બીએનએચએલએ તેની પ્રથમ બાર્બેક્યૂ નેશન રેસ્ટોરન્ટ 2008માં શરૂ કરી હતી અને ત્યારબાદ 2012માં એસએચએલની માલિકીની અને સંચાલિત પાંચ રેસ્ટોરાં હસ્તગત કરી હતી. હાલની સ્થિતિએ 31 ડિસેમ્બર, 2020 સુધીમાં, બીએનએચએલ ભારતના 77 શહેરોમાં 147 બાર્બેક્યૂ નેશન રેસ્ટોરાં (ખોલેલા, અસ્થાયી રૂપે બંધ અને બાંધકામ હેઠળના આઉટલેટ્સ સહિત) અને યુએઈ, ઓમાન તથા મલેશિયા નામના ત્રણ દેશોમાં છ આંતરરાષ્ટ્રીય બાર્બેક્યૂ નેશન રેસ્ટોરાં ચલાવે છે.

બીએનએચએલે રેડ એપલ કિચન કન્સલ્ટન્સી પ્રાઈવેટ લિમિટેડમાં 61.35% હિસ્સો (સંપૂર્ણ ડાયલ્યુટેડ ધોરણે) હસ્તગત કરીને તેની ઓફરને વિવિધતા આપી છે. રેડ એપલ કિચન કન્સલ્ટન્સી પ્રાઈવેટ લિમિટેડ હાલમાં “ટોસ્કોનો” “લા ટેરેસ”અને “કોલાજ”બ્રાન્ડ નામથી ઇટાલિયન રેસ્ટોરન્ટ્સ ધરાવે છે અને તેનું સંચાલન કરે છે, જે પુણે, બેંગલુરુ અને ચેન્નાઈમાં કાર્યરત છે.

કંપનીએ વેલ્યુ સેગમેન્ટમાં અ-લા-કાર્ટે ભારતીય ભોજન પ્રદાન કરવા માટે બાર્બેક્યૂ નેશન દ્વારા UBQ રજૂ કરીને તેની ઓફરને લંબાવી છે. 31 ડિસેમ્બર, 2020 સુધીમાં, કંપની UBQ હેઠળ ભારતના 77 શહેરોમાં તેના હાલના રસોડાના માળખામાંથી બાર્બેક્યૂ નેશન દ્વારા ડિલિવરી પૂરી પાડી રહી છે. તેણે જૂન 2020માં તેમની ડિલિવરી પ્રોડક્ટ્સ તરીકે “બાર્બેક્યૂ-ઇન-એ-બોક્સ” પણ શરૂ કર્યું છે. આ બે અન્ય પ્રોડક્ટસ “ગ્રિલ્સ ઇન એ બોક્સ” અને “મીલ્સ ઇન અવર બોક્સ” ઉપરાંત છે, જે અન્ય ઓફરોની જેમ ડિલિવરી દ્વારા આપવામાં આવે છે.

આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, એમ્બિટ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ એ ઇશ્યૂના BRLMs છે.

આ ઓફર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (કેપિટલ અને ડિસ્ક્લોઝર આવશ્યકતાઓનો ઇશ્યુ) રેગ્યુલેશન્સ, 2018ના રેગ્યુલેશન 6(2)ના પાલન સાથે અને બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે, જેમાં નેટ ઓફરનો ઓછામાં ઓછો 75% હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“QIBs”,”QIBહિસ્સો”) માટે પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે. અમારી કંપની અને ટીપીએલ, બીઆરએલએમ સાથે પરામર્શ કરીને ક્યુઆઈબી ભાગનો 60% સુધીનો હિસ્સો વિવેકપૂર્ણ ધોરણે એન્કર રોકાણકારો (એન્કર રોકાણકારોનો હિસ્સો)ને ફાળવી શકે છે,

જેમાંથી ઓછામાં ઓછો ત્રીજો ભાગ ફક્ત ઘરેલુ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે, જે એન્કર રોકાણકારને કરેલી ફાળવણીની કિંમતે અથવા તેનાથી ઉપરની કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી મળેલા માન્ય બિડ્સને આધિન છે. ક્યુઆઈબી ભાગનો 5% ભાગ (એન્કર રોકાણકારના ભાગને બાદ કરતાં) માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને ક્યુઆઈબી ભાગનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિતના તમામ ક્યુઆઈબી બિડરોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે,

જે ઓફર કિંમતે અથવા તેનાથી ઉપરની માન્ય બિડ્સ પ્રાપ્ત થવા પર આધિન છે. ઉપરાંત, ઓફરનો 15% કરતા ઓછો નહિ એટલો હિસ્સો બિન-સંસ્થાકીય બિડરોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે અને ઓફરનો 35%થી ઓછો નહિ એટલો હિસ્સો રીટેલ ઇનડિવિડ્યુઅલ બિડર્સ માટે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમતે કે તેનાથી ઉપરની કિંમતે તેમના તરફથી મળનારા માન્ય બિડ્સને આધિન સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ અનુસાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.