જૂના સોઢીએ ભિડેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી
મુંબઈ: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા એક એવો ટીવી શો છે, જે હમેશાં ચર્ચામાં બની રહે છે. પણ આ દિવસોમાં શોનાં ચર્ચામાં રેહવાનું કારણ કંઇક અલગ છે. ગોકુલધામ સોસાયટીનાં લોકો આ દિવસે મુશ્કેલીમાં ઘેરાયેલી નજર આવી રહી છે. હાલમાં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નાં સુંદર એટલે કે મયુર વાકાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી હતી. અને તે બાદ આત્મારામ ભિડે એટલે કે એક્ટર મંદાર ચંદવાદકર પણ કોરોનાની ચપેટમાં આવી ગયો છે તેનાં સાથીદારો એક્ટરનાં જલ્દી ઠીક થવા માટે પ્રેયર પણ કરી રહ્યાં છે.
મંદાર ચંદવાદકરનાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં જુના સોઢી જી એટલે કે ગુરુચરણ સિંહ સોઢીએ તેની સાથે વાત કરી અને તેનો હાલ પુછ્યો છે. મંદાર ચંદવાદકરની સાથે વીડિયો કોલ પર વાત કરતાં ગુરુચરણે એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. જેની કેપ્શનમાં તેણે મિત્રનાં જલદી ઠીત થવા માટે પ્રાર્થના કરી છે.
એક્ટરે ફોટો શેર કરતાં લખ્યું છે કે, મેંડીઃ મંદાર ધ ગ્રેટ. જલ્દી ઠીક થઇ જાઓ. અને આપનાં માટે ખુબ બધી પ્રાર્થનાઓ શિક્ષક બાબૂ. ગુરુચરણ સિંહની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં એક્ટરનાં ફેન્સ મંદાર ચંદવાદકર માટે બેસ્ટ વિશિઝ મોકલી રહ્યાં છે. અને તેનાં જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, મંદાર કોરોના વાયરસથી સંક્રમિત હતા
જે બાદ તે ત્યાં શૂટિંગ દરમિયાન દૂરી બનાવી રાખી હતી. કોરોના પોઝિટિવ આવ્યા બાદ હાલમાં જ મંદાર ચંદવાદકરે પોતે એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં તે લોકોને જણાવે છે કે, તેની તબિયત કેવી છે. અને તે ડોક્ટરનાં જણાવેલાં તમામ નિયમોનું પાલન કરી રહ્યો છે. આ સાથે જ તેનાં ફેન્સને કોરોના ગાઇડલાઇન્સ ફોલો કરવા પણ અપીલ કરે છે.