૬૭માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો – સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘છીછોરે’ને મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ
નવીદિલ્હી: આજે ૬૭માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સૂચના તથા પ્રચારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છીછોરેને બેસ્ટ હિન્દી ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. તો અભિનેત્રી કંગના રનૌતને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. મનોજ બાજપેયીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.
૬૭માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું લિસ્ટ જાેઇએ તો બેસ્ટ અભિનેત્રીઃ મણિકર્ણિકા અને પંગા માટે કંગના રનૌત,બેસ્ટ હિન્દી ફ્લ્મઃ છિછોરે ,બેસ્ટ મેલ પ્લેબેક સિંગર- કેસરી- તેરી મિટ્ટી- , બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ) પલ્લવી જાેશી બેસ્ટ અભિનેતાઃ મનોજ બાજપેયી બેસ્ટ હિન્દી ફિલ્મઃ છીછોરે બેસ્ટ ફિલ્મ ક્રિટિકઃ સોહિની ચટોપાધ્યાય બેસ્ટ બુક ઇન સિનેમા-(અશોક રહાડે) મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટઃ સિક્કિમ
તમને જણાવી દઈએ કે આજે ૨૦૧૯માં બનેલી ફિલ્મો માટે જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પાછલા વર્ષે ૩ મે ૨૦૨૦ના થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેને ટાળી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ માટે ઓનલાઇન એન્ટ્રી થઈ હતી. એન્ટ્રીની છેલ્લી તારીખ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૦ હતી. એક જાન્યુઆરી ૨૦૧૯થી લઈને ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી જે ફિલ્મ સર્ટિફાઇડ છે તેની એન્ટ્રી આમાં છે.