AMC દ્વારા વધુ નવા ૧૮ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર
અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશન દ્વારા નવા ૧૮ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. વળી થલતેજ વિસ્તારનાં ૩ અને સરખેજનાં ૧ વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દુર કરવામા આવેલ છે. શહેરમાં સૌથી વધુ સાઉથ બોપલનાં ગાલા વિસ્તારમાં કોરોનાનાં કેસ સામે આવ્યા છે. જણાવી દઇએ કે, ગાલા વિસ્તારનાં ૨૬૦ મકાનો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે. આ વિસ્તારનાં લગભગ ૭૦૦ થી વધુ લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પશ્ચિમ વિસ્તારોમાં છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનાં નવા કેસ ૧૫૦૦ થી વધુ નોંધાયા છે. વળી આ સામે કોરોનાથી રિકવર થતા દર્દીઓની સંખ્યા ૯૮૯ છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાનાં કેસ અમદાવાદમાં જ નોંધાયા છે. અહી ૪૪૩ કેસ નોંધાયા છે. વળી રાજ્યમાં ૨૪ કલાકમાં ૭ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં કોરોનાનાં એેક્ટિવ કેસ ૭,૩૨૧ છે. ત્યારે હવે જાેવાનુ રહ્યુ કે, ગુજરાત રાજ્ય કોરોના પર કાબુ કેટલા સમયમાં મેળવી શકે છે.