Western Times News

Gujarati News

૪૦૦ ટ્રક ધરાવતુ ભાવનગર જીલ્લાનું અનોખું કરદેજ ગામ

તો ય ૧૦ વર્ષમાં ટ્રકોની સંખ્યા ઘટી ગઈ…

ડીઝલના ભાવ ઘણા જ વધી ગયા છે ત્યારે તેની સામે બજારમાં મળતી ટ્રકોના ભાડાનો ભાવ ઓછો છે. જેના કારણે ૧૦ વર્ષ પુર્વે ગામમાં ટ્રકની સંખ્યા પ૦૦ જેટલી હતી એ ઘટીને ૪૦૦ જેટલી થઈ ગઈ છે. છતાં આ અમારા ગામની વિશેષતા છે. જેથી તેને ટકાવી રાખીશું. -વાલાભાઈ ડાંગર, સરપંચ, કરદેજ

પ૦ ટકા ડ્રાઈવરો પરપ્રાંતિય, ટ્રકોમાં જ સુઈ રહે છે…
કરદેજ ગામમાં ટ્રક ડ્રાઈવર છે. તેમાંથી મોટાભાગના પરપ્રાંતિયો છે. પ૦ ટકા સ્ટાફ તેમનો હોવાથી માલિકોને તેમના માટે રહેવાની કોઈ વ્યવસ્થા કરવી પડતી નથી. કારણ કે પરપ્રાંતિય ડ્રાઈવરો રાત્રે ટ્રકમાં જ સૂઈ રહેતા હોય છે. જાે કે કેટલાંક આ ગામના લોકો પણ ડ્રાઈવિંગ કરે છે.

કચ્છમાં અંજાર નજીક આવેલું રતનલાલ ગામ સમગ્ર એશિયા ખંડમાં ટ્રકના વ્યવસાયકારોના કારણે જાણીતું છે. આવું જ એક અનોખું ગામ ભાવનગર જીલ્લામાં પણ આવેલું છે. અહીં કરદેજ ગામમાં ૪૦૦ ટ્રક જેટલી ટ્રક છે. કોલસો, લોખંડ અને અલંગના શીપ આધારીત ભંગાર ઉપર તેમનો વ્યવસાય નભી રહ્યો છે.

કદરેજ ગામ ગુજરાત રાજ્યનું મીનિ રતનાલ છે. ગામના સરપંચ વાલાભાઈ ડાંગરે જણાવ્યુ હતુ કે આટલી બધી ટ્રકો ગામની માલિકીની હોવાથી અહીં પાર્કિંગની પણ જગ્યા રહેતી નથી.

પરિણામે નજીકના નારી, વરતેજ સહિતના ગામો અને આજુબાજુના ખુલ્લા પ્લોટ કે વરંડામાં ૧૦-૧પ ની સંખ્યામાં ટ્રક રાખવી પડે છે. ખાસ કરીને દિવાળી જેવા તહેવારોમાં તો ગામ આખુ ખીચોખીચ ભરાઈ જાય છે. ગામના આગેવાન જયેશભાઈ જાનીએ વાત કરી કે મોટાભાગની વસ્તી આહિરોની છે. ત્યાં કચ્છમાં પણ તે પ્રમાણે જ રતનાલમાં આહિરની વસ્તી છે. અમારા ગામ સાથે આમ પણ જ્ઞાતિ પ્રમાણેના વહેવારો છે. એટલે તેનો સીધી અસર જાેવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.