પ્રેમી સાથે લગ્ન માટે બાંગ્લાદેશથી ભાગીને યુવતી ભારત આવી
નવી દિલ્હી: ભગવાન રામ અને સીતાની વાત આવે ત્યારે આપણે કહેતા હોઇએ છીએ કે જ્યારે પ્રેમ સાચો હોય ત્યારે સરહદ કે સમય નડતા નથી. માતા સીતાએ ભગવાન રામની રાહ જાેઇ હતી. તે રીતે સમાજમાં પણ લેલા મજનૂ જેવા કિસ્સા આપણે સાંભળતા આવ્યા છીએ. રોમિયો જુલિયેટ હોય કે પછી ફરહાદ અને શીરીન બધા જ પોતાના પ્રેમ માટે લડ્યા પણ બ્રેકઅપની વાત ન કરી. બાંગ્લાદેશની એક સગીરા જમાલપુર જિલ્લાના બિલવાર ચાર ગામની રહેવાસી છે અને તે ગુરુવારે મેઘાલયના સાઉથ વેસ્ટ ગારો હિલ્સ જિલ્લાના નનીદિચાર ગામમાં મળી આવી હતી.
મેઘાલયમાં રહેતા ૨૩ વર્ષીય પ્રેમી સાથે રહેવા માટે ગેરકાયદેસર રીતે ૧૬ વર્ષની સગીરા બાંગ્લાદેશથી ભાગીને આવી ગઇ હતી. બીએસએફના પ્રવક્તાએ શુક્રવારે આ વાતની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આ છોકરી બાંગ્લાદેશની રહેવાસી હતી અને મેઘાલયમા રહેતા તેના ૨૩ વર્ષીય પ્રેમી સાથે રહેવા માટે ગેરકાયદેસર રીતે ભાગીને આવી ગઇ હતી
પરંતુ તેને સમજાવીને તેના પરિવારને સોંપી દેવામાં આવી છે. અધિકારીઓના કહ્યાં અનુસાર તે મેઘાલયના સાઉથ વેસ્ટ હિલ્સ જિલ્લાના નનીદિચાર ગામમાં મળી આવી હતી. પ્રવક્તાના કહ્યાં અનુસાર છોકરીને પોલીસ પ્રતિનીધિઓની ઉપસ્થિતિમાં ફ્લેગ મિટીંગ દરમિયાન બીજીબીને સોંપી દેવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે બીએસએફે પ્રેમી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મેઘાલય ફ્રંટિયરના મહાનીરિક્ષક હરદીપ સિંહે કહ્યું કે આવા કિસ્સા પણ બને છે અને તેને સોલ્વ કરવામાં આવે છે જેથી સીમા રક્ષાબળ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવી શકાય. સગીર વયની બાળકીઓ ઇન્ટરનેટના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવતી હોય છે અને સોશ્યલ મિડીયા પર થતી વાતચીતના આધારે પ્રેમમાં પડે છે. પ્રેમમાં એટલી ઘાયલ થઇ જાય છે કે તેને બીજુ કંઇ જ સુજતુ નથી અને તેના પ્રેમી સાથે રહેવા માટે કોઇ પણ હદ પાર કરી જાય છે.