Western Times News

Gujarati News

જેગુઆર I-PACE, ઓલ-ઇલેક્ટ્રિક પર્ફોમન્સ SUV ભારતમાં લોન્ચ કરાઇ

●     જેગુઆર I-PACEની કિંમત રૂ. 105.9 લાખ (એક્સશોરુમ ભારત) છે, જેમાં 5 વર્ષના સર્વિસ પેકેજ, 5 વર્ષના રોડ-સાઇડ આસિસ્ટન્સ પેકેજ, 7.4 kw AC વોલ માઉન્ટેડ ચાર્જર અને 8 વર્ષ કે 160,000 કિમી બેટરી વોરંટીનો સમાવેશ થાય છે. JAGUAR I-PACE THE ALL-ELECTRIC PERFORMANCE SUV LAUNCHED IN INDIA FROM Rs. 105.9 LAKH

●     જેગુઆર I-PACE એ પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હિકલ છે જેને જેગુઆર લેન્ડ રોવર દ્વારા ભારતમાં લોન્ચ કરવામાં આવશે જે ઇલેક્ટ્રિફિકેશનની સફરમાં એક નોંધપાત્ર સિદ્ધિ હશે 

●     I-PACE એર (SOTA) ફંકશનાલિટી પરના સોફ્ટવેરથી સજ્જ છે. જે ઇન્ફોટેઇનમેન્ટ, બેટરી સંચાલન અને ચાર્જીંગ રિમોટલી અપડેટ થતા રહે તેની ખાતરી રાખે છે.

મુંબઇ: જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાએ આજે રૂ. 105.9 લાખની (એક્સશોરૂમ ભારત)કિંમતથી શરૂ થતી ઓલ ઇલેક્ટ્રિક જેગુઆર I-PACEને ભારતમાં લોન્ચ કરી હોવાની જાહેરાત કરી છે. જેગુઆર I-PACE 90 kwh બેટરીથી સજ્જ છે જે 294 KW પાવર અને 696 Nm ટોર્ક આપે છે જે I-PACEને ફક્ત 4.8 સેકંડમાં પ્રતિ કલાક 0-100 કિમીની ઝડપ પ્રાપ્ત કરવામાં સહાય કરે છે.

લોન્ચ કરવામાં આવી ત્યારથી જ જેગુઆર આઇ-પેસએ 80 જેટલા વૈશ્વિક એવોર્ડ્ઝ જીત્યા છે, જેમાં 2019માં પ્રતિષ્ઠિત વર્લ્ડ કાર ઓફ ધ યર, વર્લ્ડ કાર ડિઝાઇન ઓફ ધ યર અને વર્લ્ડ ગ્રીન કારનો પણ સમાવેશ થાય છે, જે તેને અત્યંત ટૂકા ગાળામાં સાચા અર્થમાં ઇલેક્ટ્રિક વ્હિકલ આઇકોન બનાવે છે.

જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયા લિમીટેડ (જેએલઆરઆઇએલ)ના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રોહિત સૂરીએ જણાવ્યું હતુ કે: જેગુઆર I-PACE અમે ભારતમાં લોન્ચ કરાયેલ સૌપ્રથમ ઓલ-ઇલેક્ટ્રિક એસયુવી છે

અને તે અમારી ઇલેક્ટ્રિફિકેશનની સફરનો પ્રારંભની નિશાની છે. અમારી ઇલેક્ટ્રિફાઇડ પ્રોડક્ટ્સ સાથે અમે ભવિષ્યમાં ભારતના ઇલેક્ટ્રિફિકેશન ઝૂંબેશમાં નોંધપાત્ર ભૂમિકા અદા કરવાની આશા રાખીએ છીએ. જેગુઆર I-PACE એવા લોકોને આકર્ષશે જેઓ પોતાના વ્યક્તિત્વની અભિવ્યક્તિ કરવામાં અને સૌથી અગળ રહેવા માગતા હોય તેમજ અદ્યતન ટેકનોલોજી અને ડિઝાઇન ખરીદવાની ઇચ્છા ધરાવતા હોય. અમે અમારુ રિટેલર નેટવર્ક સંપૂર્ણપણે આવા ગ્રાહકોની માગ સંતોષવા માટે સજ્જ છે.”

જેગુઆરે ગ્રાહકની સફરનું પ્રત્યેક પગલું શાંતિનો અહેસારસ કરાવે અને ઇલેક્ટ્રિક કારની માલિકી બને એટલી  સરળ બની રહે તેની ખાતરી રાખી છે. 19 શહેરોમાં રહેલા 22 રિટેલ આઉટલેટ્સ હવે EVથી સજ્જ છે જેમાં 35થી વધુ EV ચાર્જર્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને વધુ પ્રગતિમાં છે.

આ ચાર્જર્સ 7.4 kw AC ચાર્જર્સ અને 25 Kw DC (ઝડપી) ચાર્જર્સનું મિશ્રણ છે,. રિટેલરના સ્ટાફને EV પરના ઊંડાણપૂર્વકના અને સમર્પિત અભ્યાસક્રમ સાથે વિશિષ્ટ રીતે તાલીમ આપવમાં આવી છે, આમ તેઓ ગ્રાહકોની દરેક જરૂરિયાત અને પૂછપરછોને સંતોષવા માટે સક્ષમ છે.

વધુમાં, જેગુઆર I-PACE ચાર્જ કરવા માટે ગ્રાહકો ક્યાં તો એક સ્ટાન્ડર્ડ તરીકે વ્હિકલ સાથે પૂરો પાડવામાં આવેલ હોમ ચાર્જીંગ કેબલનો અથવા એક સ્ટાન્ડર્ડ તરીકે પૂરા પડાયેલ 7.4 kW AC વોલ માઉન્ટેડ ચાર્જરનો પણ ઉપયોગ કરી શકે છે. ગ્રાહકના ઘરે આ ચાર્જરનુ ઇન્સ્ટોલેશન ટાટા પાવર લિમીટેડ દ્વારા કરવામાં આવશે અને તેને જેગુઆર રિટેલર્સ સાથે સાંકળી લેવામાં આવશે. વધુમાં ગ્રાહકો યૂઝ અને પે ધોરણે આશરે 200 I-PACE સુસંગત ચાર્જીંગ પોઇન્ટ્સના ટાટા પાવરના ઝડપથી વિકસતા EZ ચાર્જ નેટવર્કનો પણ લાભ ઉઠાવી શકે છે.

સંપૂર્ણ શાંતિનો અનુભવ થાય તે માટે જેગુઆર I-PACEમાં વિનામૂલ્યે 5 વર્ષનો સર્વિસ પેકેજ, 5 વર્ષના રોડસાઇડ આસિસ્ટન્સનો પેકેજ, 8 વર્ષ કે 160 000 કિમી સુધીની બેટરી વોરંટી અને 7.5 kw AC વોલ માઉન્ટેડ ચાર્જર પણ પૂરા પાડવામાં આવ્યા છે. આ બાબતેની વધુ વિગતો જેગુઆર રિટેલર્સ પાસે ઉપલબ્ધ છે અને ગ્રાહકોને વધુ માહિતી માટે તેમનો સંપર્ક કરવાની વિનંતી છે.

જેગુઆર I-PACEની ક્રાંતિકારી ડિઝાઇન જેગુઆરના ઉત્સાહ અને I-PACEના ખ્યાલ એમ બન્ને રીતે યથાર્થ છે. રિયર ડિફ્યુઝર પાસે પ્રોનાઉન્સ્ડ ફ્રંટ વ્હીલ આર્ચીસથી લઇને પ્રત્યેક સુપરકાર પ્રેરીત સ્ટાઇલીંગ તત્ત્વ I-PACEને મહત્તમ રેન્જ અને સ્થિરતા સાથે હવાને વિંધવા માટે સક્ષમ બનાવે છે.

I-PACE ડિજીટલ યુગ માટે ક્લાસિક જેગુઆરના સ્પોર્ટ્સ કાર ફોકસ અને લક્ઝરી ક્રાફ્ટમેનશિપના સંતુલનની પુનઃકલ્પના કરે છે. નવી પીવી પ્રો ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ એ I-PACEની ભવ્યતા, લક્ઝુરિયસ ઇન્ટેરિયરનું લક્ષણ છે. ઇલેક્ટ્રિક આર્કિચેક્ચર પાંચ સિટર કેબિન્સના ગુણધર્મને વ્યાખ્યાયિત કરે છે અને હેન્ડક્રાફ્ટેડ સ્પર્શ કેબિનના લક્ઝરી વાતાવરણને પુનઃસ્થાપિત કરે છે.

I-PACEમાં અદ્યતન અને વધુ ડ્રાઇવર પર કેન્દ્રિત ટેકનોલોજીનો સમાવેશ કરે છે અને ભારતમાં જેગુઆર સૌપ્રથમ વખત પીવી પ્રો ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ ઓફર કરે છે. 31.24 cm (12.3) HD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સંપૂર્ણપણે સુધારેલા ગ્રાફિક્સનો સમાવેશ કરે છે જેથી બેટરી ચાર્જ છે કે નહી તેની સ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ આપી શકે.

I-PACE ‘ફ્લોટીંગ’ સેન્ટર કોન્સોલ જેટલા મોટા વાયરલેસ ડિવાઇસ ચાર્જીંગ પેડ સાથે ઉપલબ્ધ છે. વાયરલેસ ચાર્જીંગમાં પણ સિગ્નલ બૂસ્ટીંગનો સમાવેશ થાય જે ફોનના સિગ્નલ લાંબા ગાળા સુધી મજબૂત રહે તેની ખાતરી રાખી શકાય. એપલ કારપ્લે® અને એન્ડ્રોઇડ ઓટો™ સાથે સ્માર્ટફોન પેક ઉપલબ્ધ છે જેમ કે બ્લ્યૂટૂથ ટેકનોલોજી તમે હંમેશા જોડાયેલા રહો તે માટે બે ફોન્સને એક સાથે પેર કરી શકે છે.

કેબિનન અંદર ક્લિયરસાઇટ વ્યૂ મિરર દ્રષ્ટિમાં અને સાનુકૂળતામાં સુધારો કરે છે જેથી ડ્રાઇવર પાછલાની સિટમાં ત્રણ પેસેન્જર બેઠેલા હોય તો પણ હંમેશા પાછળના માર્ગ પર અંતરાયવિહીન દ્રષ્ટિ ધરાવે. તે ફ્રેમલેસ ગ્લાસ મિરરમા હાઇરિસોલ્યુશન સ્ક્રીન સાથે જોડાયેલા વાઇડ-એંગલ, રિયર ફેસિંગ કેમેરાનો ઉપયોગ કરે છે. મિરર પરની નાની ટોગ્ગલ સ્વીચ ડ્રાઇવરને સ્ટારન્ડર મિરર અને કમેરા ફીડના દ્રશ્યની વચ્ચે મુશ્કેલી વિના સ્વીચ કરવાની સગવડ આપે છે.

I-PACE સોફ્ટવેર ઓવર ધ એર (SOTA) ફંકશનાલિટીથી સજ્જ છે. તેનો અર્થ એ કે ઇન્ફોટેઇનેન્ટ, બેટરી સંચાલન અને ચાર્જીંગ સહિતની સિસ્ટમ્સને રિમોટલી અપડેટ કરી શકાય છે. વ્હિકલના બિલ્ટ-ઇન ડેટા કનેક્શનનો ઉપયોગ કરીને તાજેતરના સોફ્ટવેરને ઓટમેટિકલી ડાઉનલોડ કરી શકાય છે.

વિસ્તરિત આબોહવા નિયંત્રણ સિસ્ટમ દ્વારા તેમાં બેસનારાને દરેક લાભો મળે છે જે સ્માર્ટ, ચાર ઝોન્સમાં સ્વતંત્ર રીતે ઉર્જા-કાર્યક્ષમ હિટીંગ અથવા કૂલીંગ ડિલીવર કરે છે. ચાર્જી કરતી વખતે, ગ્રાહકો I-PACEની પ્રિ-કન્ડીશનીંગ સિસ્ટમ (જે બેટરીના તાપમાનને મહત્તમ બનાવે છે) નો પણ ઉપયોગ કરી શકે છે જેથી સફર શરૂ કરતા પહેલા કેબિનની અંદર રહેલા એલર્જેન્સ અને અલ્ટ્રાફાઇન પાર્ટીકલ્સને દૂર કરી શકાય.

I-PACEની લિનીયર એક્સીલરેશન નો લેગ અને નો ગિયર બદલાવવાના અંતરાય વિના ત્વરીત છે. તેનું 295 kwનો મહત્તમ પાવર તમને ફક્ત 4.8 સેકંડમાં પ્રતિકલાક 0-100 કિમીની ગતિ આપે છે. 90 kWh બેટરે ફ્લોર પર, એક્સલની વચ્ચે ઇન્સ્ટોલ કરવામાં આવી છે જે ગુરુત્વાકર્ષણનું ઓછું કેન્દ્ર આને નવું યોગ્ય વજન વિતરણ આપે છે.

આ કાર માટે ખાસ કરીને સર્જન કરવામાં આવેલા એડવાન્સ્ડ ઇલેક્ટ્રિક વ્હિકલ આર્કિટેક્ચર દ્વારા I-PACE પર વધુ ભાર મુકવામાં આવ્યો છે, જે વજનને લઘુત્તમ બનાવતા સુંદર ડ્રાઇવીંગ ડાયનેમિક્સ ડિલીવર કરે છે. આગળ ડબલ વિશબોન સસ્પેન્શન અને પાછળ ઇન્ટીગ્રલ લિંક સસ્પેન્શનને I-PACE ડાયનેમિક હેન્ડલીંગ અને રિફાઇનમેન્ટનું યોગ્ય સંતુલન આપે તે માટે યોગ્ય બનાવવામાં આવ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.