Western Times News

Gujarati News

અદાણી સમૂહની કંપનીએ ૩૬૦૦ કરોડ રૂપિયાની ડીલ કરી

મુંબઇ: અદાણી સમૂહની કંપની અદાણી પોટ્‌ર્સ એન્ડ સ્પેશલ ઇકોનોમિક જાેન (એપીએસઇઝેડ) એ ૩૬૦૦ કરોડ રૂપિયાની એક મોટી ડીલ કરી છે આ દરમિયાન સમૂહના વડા ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો થયો છે.

હકીકતમાં અદાણી પોટ્‌ર્સ એન્ડ સ્પેશલ ઇકોનોમિક જાેને કહ્યું કે તે ૩.૬૦૪ કરોડ રૂપિયામાં ડીવીઆર રાજુ અને તેના પરિવારથી ગંગાવરમ પોર્ટ લિમિટેડ(જીપીએલ)માં નિયંત્રણ ભાગીદારી હાંસલ કરશે આ સમજૂતિ બાદ જીપીએલમાં અદાણી પોર્ટની કુલ ભાગીદારી વધી ૮૯.૬ ટકા થઇ જશે

કંપનીએ એક યાદીમાં કહ્યું કે અદાણી સમૂહની મુખ્ય શાખા અદાણી પોટ્‌ર્સ એન્ડ સ્પેશલ ઇકોનોમિક જાેન ગંગાવરમ પોર્ટ લિમિટેડમાં ડીવીએસ રાજુ અને તેમના પરિવારની ૫૮.૧ ટકા ભાગીદારીનું અધિગ્રહરણ કરી રહી છે અધિગ્રહણની કીમત ૩,૬૦૪ કરોડ રૂપિયા છે એપીએસઇઝેડએ ત્રણ માર્ચ ૨૦૨૧ના રોજ જીપીએલમાં વારબર્ગ પિંકસની ૩૧.૫ ટકા ભાગીદારી હાંસલ કરવાની જાહેરાત કરી હતી અને નવા અધિગ્રહણ બાદ જીપીએલમાં તેની ભાગીદારી વધી ૮૯.૬ ટકા થઇ જશે

અદાણી સમૂહના અધ્યક્ષ ગૌતમ અદાણીએ ટ્‌વીટ કર્યું કે બંદરગાહ ભવિષ્યને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે ગંગાવરમ પોર્ટમાં એપીએસઇઝેડની ૮૯.૬ ટકા ભાગીદારી હાંસલ કરવાથી અદાણી સમૂહ સમગ્ર ભારતમાં પોતાના કાર્ગો પહોંચને વધારશે ભારતમાં ખાનગી ક્ષેત્રાના સૌથી મોટા બંદરગાહ ડેવલપર અને પરિચાલકના રૂપમાં અમે ઔદ્યોગિકરણમાં તેજી લાવીશું

આ દરમિયાન ગૌતમ અદાણીની સંપત્તિમાં મોટો વધારો નોંધાયો છે બ્લુમબર્ગ બિલેનિયર ઇડેકસ અનુસાર અદાણીની સંપત્તિ ૫૩.૭ બિલિયન ડોલર થઇ ગઇ છે. જયારે ધનિક ઉદ્યોગપતિઓમાં ગૌતમ અદાણીની રેકિંગ ૨૨મી છે અદાણીથી આગળ ૨૧માં નંબર પર અમેજનના સીઇઓ જેફ બેજાેસની પૂર્વ પત્ની છે ગત લગભગ દોડ મહીનામાં અદાણીની સંપતિમાં વધારાની ગતિ ખુબ ઝડપી જઇ ગઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.