Western Times News

Gujarati News

ફોકસ ફાઇનાન્સિયલ પાર્ટનર્સે હિંદુજા ગ્રૂપ સાથે સંયુક્ત સાહસ સ્વરૂપે બેરીલસ કેપિટલ શરૂ કરવાની જાહેરાત કરી

પ્રતિકાત્મક

આંતરરાષ્ટ્રીય કામગીરી સાથે બેરીલસ કેપિટલ દુનિયાના કેટલાંક ધનાઢ્ય પરિવારોને વ્યૂહાત્મક સલાહકાર તરીકે સેવા આપશે

ન્યૂયોર્ક સ્વતંત્ર, ટ્રસ્ટ વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓનું અગ્રણી જોડાણ ફોકસ ફાઇનાન્સિયલ પાર્ટનર્સ ઇન્ક (NASDAQ: FOCS) (“ફોકસ”)એ આજે જાહેરાત કરી હતી કે, એણે દુનિયાના અગ્રણી, ડાઇવર્સિફાઇડ જૂથ પૈકીના એક હિંદુજા ગ્રૂપ સાથે સંયુક્ત સાહસમાં બેરીલસ કેપિટલ ઊભું કર્યું છે. હિંદુજા ગ્રૂપ દુનિયાના 38 દેશોમાં 11 ઉદ્યોગોમાં કામગીરી ધરાવે છે.

બેરીલસ કેપિટલ એક મલ્ટિ-ફેમિલી ઓફિસ છે, જે લંડન, જીનિવા અને સિંગાપોરમાં ઓફિસો દ્વારા દુનિયામાં કેટલાંક સૌથી વધુ પ્રસિદ્ધ પરિવારોને સેવા આપશે. આ કંપની એના ક્લાયન્ટ્સના રોકાણ, સમાજોપયોગી પ્રયાસો અને વારસાઓનું વ્યવસ્થાપન કરવા માટે સલાહ આપશે અને સંકલિત વ્યૂહરચનાઓ પ્રદાન કરશે.

એની સેવાઓમાં ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ અને રિયલ એસ્ટેટ એડવાઇઝરી સામેલ હશે. ક્લાયન્ટ સાથે વિશિષ્ટ સંબંધ અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરી સાથે કંપની સરકારી અને ખાનગી બજારોમાં રોકાણની વિવિધ તકો ઝડપવા માટેનો માર્ગ મોકળો કરશે. પોતાની ફેમિલી ઓફિસ મારફતે બેરીલસ કેપિટલનું એના ક્લાયન્ટ્સ સાથે ગાઢ જોડાણ તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનની જટલિતાઓનું વ્યવસ્થાપન કરશે.

સ્વતંત્ર, આંતરરાષ્ટ્રીય, ઓપન-આર્કિટેક્ચર અભિગમના મૂલ્યને સમજતા ચાર પ્રસિદ્ધ સીનિયર વેલ્થ એડવાઇઝર્સ દ્વારા સ્થાપિત બેરીલસ કેપિટલનું નેતૃત્વ લંડનમાં એના સ્થાપક અને પીઢ સીનિયર વેલ્થ એડવાઇઝર અમિત કોઠા કરશે. કોઠા અગાઉ બ્રિટનમાં એક આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને વેલ્થ મેનેજમેન્ટ સંસ્થામાં લીડરશિપ પોઝિશન ધરાવતા હતા. છેલ્લે તેઓ એ કંપનીના એન્ટરપ્રાઇઝ સ્ટ્રેટેજિક ક્લાયન્ટ્સના મેનેજિંગ ડાયરેક્ટર હતા તથા બ્રિટન, મધ્ય-પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયામાં અલ્ટ્રા-હાઈ નેટવર્થ (યુએનએચઆઈ) પરિવારોને સલાહ આપતા હતા.

હિંદુજા ગ્રૂપના કો-ચેરમેન જી પી હિંદુજાએ કહ્યું હતું કે, “અમે ફોકસ ફાઇનાન્સિયલ પાર્ટનર્સ સાથે બેરીલસ કેપિટલ પર મોટી આશા સાથે જોડાણ કર્યું છે. આ મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક જોડાણ છે. બેરીલસ કેપિટલ આંતરરાષ્ટ્રીય સ્તરે અલ્ટ્રા-હાઈ નેટવર્થ પરિવારોની જરૂરિયાતો પૂરી કરશે, જે માટે ઉત્કૃષ્ટ વ્યાવસાયિક અને શાસનના ધારાધોરણોનું પાલન થશે.”

બેરીલસ કેપિટલના સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર અમિત કોઠાએ કહ્યું હતું કે, “હું આ પથપ્રદર્શક પહેલનું નેતૃત્વ કરીને અતિ ખુશ છું. અમારી ક્ષમતા લાંબા ગાળાના જોડાણોમાં છે, જે અમારા સ્થાપક પાર્ટનર્સ દુનિયામાં કેટલાંક સૌથી ધનાઢ્ય પરિવારો સાથે ધરાવે છે. અમારી લીડરશિપની ક્ષમતા અને કુશળતા પણ વિવિધતાનો મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે તથા બેરીલસ કેપિટલની ટીમ સંપૂર્ણ સંકલિત ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસ ડેસ્ક સાથે સંયુક્તપણે ઉત્કૃષ્ટ સલાહ ક્ષમતા પણ છે.

મને વિશ્વાસ છે કે, ઘણા વર્ષોથી મે જે ક્લાયન્ટ સાથે કામ કર્યું છે એમના પીઠબળ તેમજ સ્વતંત્ર વેલ્થ મેનેજમેન્ટમાં લીડર ફોકસ ફાઇનાન્સિયલ પાર્ટનર્સ સાથે બેરીલસ કેપિટલ દુનિયાભરમાં મલ્ટિ-ફેમિલી ઓફિસો માટે નવા ધારાધોરણો સ્થાપિત કરશે.”

ફોસના સહસ્થાપક અને ચીફ ઓપરેટિંગ ઓફિસર રજિની કોડિઆલમે કહ્યું હતું કે, “અમને હિંદુજા ગ રૂપ સાથે પાર્ટનરશિપ કરવા અને બેરીલસ કેપિટલ પ્રસ્તુત કરવામાં સ્થાપિક સલાહકારોની આવી પ્રભાવશાળી ટીમ પર ગર્વ છે. બેરીલસ કેપિટલને ફોકસની કુશળતા, સ્કેલ અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરીમાં વધારાનો લાભ મળશે. બેરીલસ યુરોપ અને એશિયામાં અમારી કામગીરીનું વિસ્તરણ કરશે તેમજ આ અમે અલ્ટ્રા-હાઈ નેટવર્થ સેગમેન્ટમાં અમારી કામગીરીનું વિસ્તરણ કેવી રીતે કરી રહ્યાં છીએ એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.