શું ભારતમાં ફરી વખત પબજી મોબાઈલ લોન્ચ થઈ શકે છે ?
નવી દિલ્હી: ગત સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં પબજી ગેમ પર પ્રતિબંધ લગાવાયો હતો. જે બાદથી સતત ચર્ચા છે કે પબજી મોબાઈલ ભારતમાં ફરીથી લોન્ચ થશે. જેને લઈને ઘણા ટીઝર પણ સામે આવી ચુક્યા છે. નવેમ્બર ૨૦૨૦માં પણ એક ટીઝર આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે પબજી નવા વર્ષે ભારતમાં ફરીથી લોન્ચ થઇ શકે છે.
જેમાં કેટલીક ડમી લિંક પણ આપવામાં આવી હતી. જાેકે, તેમાંથી કંઈ પણ નહોતું નીકળ્યું. જે બાદ ભારત સરકારે કહ્યું હતું કે, તેમણે પબજી મોબાઈલ ઈન્ડિયાને કોઈપણ પ્રકારની મંજૂરી નથી આપી. આ સાંભળતા જ ચાહકોના મોતિયા મરી ગયા હતા. જાેકે, પબજી મોબાઈલ ઈન્ડિયાના ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે.
જેને લઈને પબજી મોબાઈલ ઈન્ડિયાનું ભારતમાં પુનરાગમન થશે તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર પબજીના મેકર્સે જાેબ સર્ચ અને ઇન્ફર્મેશન સાઈટ નામની પોસ્ટ માટે હાયરિંગ માટે જાેબ લિસ્ટિંગ મૂકી છે. જેને લઈને અંદાજ લગાવાઈ રહ્યા છે કે પબજી મોબાઈલ ભારતમાં જલ્દી જ લોન્ચ થઇ શકે છે. કંપનીએ એક્સપાન્ડ કરવાની યોજના બનાવી હોવાથી આ જાેબ વેકેંસીની લિસ્ટિંગ મુકવામાં આવી છે.