દુલ્હન બની રેમ્પ વોક કરનારી હિના પર અટકી ફેન્સની નજર
મુંબઈ: ટીવી એક્ટ્રેસ હિના ખાન તેના ફેશન સેન્સ માટે જાણીતી છે. હિનાએ ન માત્ર કપડા પહેરવાની રીતથી લઈને લોકોને પ્રેરિત કર્યા છે પરંતુ બોરિંગ સ્ટાઈલને પણ એક સેક્સી સ્ટેટમેન્ટ બનાવ્યું છે. હિના ખાનના સ્ટાઈલની સૌથી સારી વાત એ છે કે, તે એથનિક વેઅરમાં વધારે સુંદર લાગે છે. આવું જ કંઈક લેકમે ફેશન વીકના પાંચમાં દિવસે એટલે કે રવિવારે જાેવા મળ્યું, જ્યાં હિના ખાન રેમ્પ પર વોક કરતી જાેવા મળી.
હાલ, લેકમે ફેશન વીક ચાલી રહ્યું છે. જ્યાં અનામિકા ખન્નાથી લઈને મનિષ મલ્હોત્રા જેવા જાણીતા ફેશન ડિઝાઈનર પોતાનું લેટેસ્ટ કલેક્શન રજૂ કરી રહ્યા છે. હિના ખાન પણ ડિઝાઈનર અભિષેક અને વિનીતાના ફેશન લેબલ માટે શો સ્ટોપર બની હતી. જેમાં તેણે હેવી એથનિક વેઅર પહેર્યું હતું. હિના ખાનનો લહેંગો વાઈબ્રન્ટ કલર્સમાં હતો, જેના પર રોયલ બ્લૂ તેમજ ગોલ્ડન ક્લાસિક કલર પેલેટમાં ડિઝાઈન કરવામાં આવી હતી. ડિઝાઈનરના આ કલેક્શનની થીમ રાજસ્થાન રોયલ્સ આધારિત હતી. લહેંગો બનાવવા માટે સિલ્ક વેલવેચ ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હિના ખાનના લહેંગામાં એમ્બ્રોઈડરી વર્ક કરવામાં આવ્યું હતું.
આ સિવાય તેને સુંદર ટચ આપવા માટે ગોલ્ડન ગોતા પટ્ટી પણ લગાવવામાં આવી હતી. સિલ્ક વેલવેટના કારણે લહેંગાનો લૂક શાઈની આવતો હતો, હિનાએ રાઉન્ડ નેકલાઈનવાળો બ્લાઉઝ પહેર્યો હતો. આ સાથે તેણે બાંધણીનો દુપટ્ટો કેરી કર્યો હતો. એમ્બ્રોઈડરીવાળા લહેંગાની સાથે તેણે માત્ર સિમ્પલ નથ પહેરી હતી.
ડાર્ક ફાઉન્ડેશનના સાથે, સ્મોકી લિપ્સ, ડાર્ક આઈઝ, આઈશેડો, વર્મિલિયન લિવ કલર અને મિડલ પાર્ટેડ બાઉન્સી હેરની સાથે લૂક ખાસ્સો કેચી હતો. હિના ખાનની વાત કરીએ તો, હાલમાં જ તે બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે માલદીવ્સમાં વેકેશન માણીને મુંબઈ પરત આવી છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર માલદીવ્સના વેકેશનની તસવીરો પણ શેર કરી હતી.
જેમાંથી કેટલાકમાં તે કલરફુલ મોનોકિની તો કેટલાકમાં સફેદ બિકીનીમાં જાેવા મળી. આ તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. એક્ટ્રેસને બોલ્ડ કપડામાં જાેઈને તેના ફેન્સ નારાજ થઈ ગયા હતા અને ન કહેવાનું કહી દીધું હતું.