Western Times News

Gujarati News

ભાજપ ડરી ગયું એટલે મારો પગ જખમી કરી નાંખ્યો :મમતા

કોલકતા: બંગાળ ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન ૨૭ માર્ચે થવાનુ ત્યારે ભાજપ અને ટીએમસી વચ્ચે વાકયુદ્ધ તેજ થઇ ગયું છે. મમતા અને અમિત શાહ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લ ગાવી રહ્યા છે. આજે પુરુલિયામાં એક રેલીમાં મમતાએ કહ્યું કે આજે હું અહિંયા શું કામ આવી છું તમને ખબર છે. મને ઘણી મારવામાં આવી, મારા માથા પર ઇજા છે, કમરમાં, હાથમાં માર મારવામાં આવ્યો છે, પેટમાં મારવામાં આવી છે, આંખ પર ઇજા પહોંચાડવામાં આવી છે, પગ બાકી હતો તે પણ ઝખમી કરી દેવામાં આવ્યો છે.

મમતાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે મારાથી ડરી રહ્યા હતા, વિચારતા હતા કે જાે હું ચૂંટણીમાં ફરીશ તો ભાજપ ખરાબ રીતે હારશે, એટલા માટે મમતાનો પગ ઘાયલ કરી દીધો. પરંતુ તેમને ખબર નથી કે મારો એક પગ ઝખમી હોવા છતાં હું પોતાની માતા-બહેનોના પગથી ફરી રહી છું. મા-બહેનોના સન્માનની રક્ષા કરી રહી છું.તેમણે કહ્યું કે હું કોઇનાથી ડરતી નથી

પુરુલિયા રેલીમાં મમતાએ કહ્યું કે અમારી સરકારે આ વિસ્તારમાં પાણીની સમસ્યાને દુર કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે જમશેદપુરમાં આદિવાસીઓની જમીન પર ભાજપે કબજાે જમાવી દીધો છે.મમતા બેનરજીએ આરોપ લગાવ્યો કે ભાજપ ફક્ત જુઠ્ઠા વાયદા કરે છે, શું કોઇને ૧૫ લાખ મળ્યા. ભાજપ મીર ઝાફર અને ડાકુઓની પાર્ટી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.