Western Times News

Gujarati News

ઉનાળામાં સ્ટ્રોબેરી અનેક બીમારી સામે રક્ષણ આપશે

અમદાવાદ: સ્ટ્રોબેરીમાં ઘણા વિટામિન હોય છે. સ્ટ્રોબેરીમાં વિટામિન સી, વિટામિન એ, અને કે હોય છે. આ ઉપરાંત, તે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલિક એસિડ, ફોસ્ફરસ, પોટેશિયમ અને આહાર રેસાથી સમૃદ્ધ છે. ખાસ વાત એ છે કે, તેમાં કોઈ સોડિયમ, કોલેસ્ટરોલ અને ચરબી નથી. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટો અને પ્લાન્ટ સંયોજનો હૃદયરોગના આરોગ્ય માટે અને બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા માટે મદદરૂપ સાબિત થઇ શકે છે.

સ્ટ્રોબેરીમાં ફેનોલિક ફ્લેવનોઇડ્‌ઝ ફાયટો-કેમિકલ્સ આવેલાં છે. સ્ટ્રોબેરીના સેવનથી કેન્સરની સામે રક્ષણ મળે છે. તે એન્ટિ એજિંગ છે એટલે ત્વચાની સુંદરતા માટે ઉપયોગી છે. સ્ટ્રોબેરીમાં વિટામિન સી વઘુ પ્રમાણમાં મળે છે જે પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ છે. માટે જ વિટામિન સી વધુ હોય તેવાં ફળો ખાવાથી રોગ સામે રક્ષણ મળે છે. સ્ટ્રોબેરી વારંવાર થતાં શરદી-ખાંસીને દૂર રાખે છે. સ્ટ્રોબેરીમાં વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન બી-૬ વધુ પ્રમાણમાં આવેલાં છે.

આ બધાં વિટામિનથી શરીરમાં કાર્બોહાઇડ્રેટ્‌સ પ્રોટીન અને ફેટ સારા પ્રમાણમાં મેટાબોલાઇઝ થાય છે. સ્ટ્રોબેરીમાં મિનરલ્સ જેવાં કે પોટેશિયમ, મેંગેનિઝ, કોપર, આયર્ન અને આયોડિન આવેલાં છે. પોટેશિયમ ખાસ કરીને હાર્ટરેટને માપસર રાખવાનું કામ કરે છે. વળી બ્લડપ્રેશરને પણ મેન્ટેઇન કરે છે. કોપરથી રેડ સેલ્સ સારા રહે છે. શરીરમાં રેડ બ્લડ સેલ બનાવવા માટે આયર્ન ઉપયોગી છે. ફ્લોરાઇડથી હાડકાં મજબૂત થાય છે અને દાંતમાં ફાયદો થાય છે.

૨થી ૩ મહિના મળતી સ્ટ્રોબેરી ભરપૂર ખાવી જાેઈએ. બાળકોને બપોરે જ્યારે બહુ ભૂખ લાગે અથવા સવારે શાળાએ જતાં પહેલાં ૧ વાટકો સ્ટ્રોબેરી ખવડાવવી ફાયદાકારક છે. સ્ટ્રોબેરીમાં વિટામિન ઈ અને શરીરની સુંદરતા વધારવામાં મદદરૂપ થતાં ફ્લેવેનોઇડ્‌ઝ આવેલાં છે. સ્ટ્રોબેરીથી ત્વચાની સુંદરતા વાળની સુંદરતા મળે છે. સ્ટ્રોબેરી ચહેરા પર, હાથ પર અને શરીરના અન્ય અંગો પર પડતી કરચલીથી દૂર રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.