Western Times News

Gujarati News

શહીદ દિવસે વડાપ્રધાન મોદીએ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલી આપી

નવીદિલ્હી: મંગળવારે શહીદ દિવસના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત દેશના સપૂત ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલી આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે ભારત માંના આ સપૂત દરેક પેઢીને પ્રેરણા આપે છે.

વર્ષ ૧૯૩૧માં બ્રિટીશ ગવર્નમેન્ટે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી. તેમને શ્રદ્ધાંજલી આપવા અને તેમના બલિદાનને યાદ રાખવા માટે માર્ચ ૨૩એ ભારતમાં શહીદ દિવસ તરીકે ઉજવાય છે. આ ત્રણેય શહીદોને ૧૯૨૮માં પોલીસ સુપ્રિટેન્ડન્ટ જે.પી. સેન્ડર્સની હત્યાના કેસમાં દોષી જાહેર કરવામાં આવ્યા હતાં.

વડાપ્રધાને આ પ્રસંગે ડૉ. રામ મનોહર લોહિયાને જેમની જન્મ જયંતિ પણ યાદ કર્યા હતાં. વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમણે દેશને તેજ અને પ્રગતિશીલ વિચારવાળી દિશા આપી છે. તેમના કાર્યોથી દેશ હંમેશા પ્રેરણા લેશે. લોહિયાનો જન્મ ઉત્તરપ્રદેશના અકબરપુરમાં થયો હતો. તેમણે બ્રિટીશ રાજના છેલ્લા તબક્કામાં કોંગ્રેસના રેડિયો માટે કાર્ય કર્યું હતું. જે ગુપ્ત રીતે મુંબઇના અનેક વિસ્તારોમાં ૧૯૪૨ સુધી ચાલતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.