ગોદરેજ ડીપ ફ્રીઝર્સ ઊર્જા બચતની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન પણ ઘટાડે છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/godrej-dipfridger-scaled.jpg)
ગોદરેજ એપ્લાયન્સિસ તેનાં ડીપ ફ્રીઝર્સ માટે ‘બીઈઇ’ રેટિંગ્સ અપનાવનાર ભારતની પ્રથમ એપ્લાયન્સિસ બ્રાન્ડ
પર્યાવરણ પ્રત્યે પોતાની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચારઃ ગોદરેજ એપ્લાયન્સિસ દરેક પ્રોડક્ટ કેટેગરીમાં ઊર્જા કાર્યક્ષમ પ્રોડક્ટ્સ ઓફર કરે છે
મુંબઇ, ગોદરેજ ગ્રુપની ફ્લેગશીપ કંપની ગોદરેજ એન્ડ બોય્સે આજે જાહેરાત કરી હતી કે ગોદરેજ એપ્લાયન્સિસ તેનાં ડીપ ફ્રીઝર્સ માટે બીઈઇ રેટિંગ્સ અપનાવનાર ભારતની પ્રથમ એપ્લાયન્સિસ બ્રાન્ડ બની છે. કંપની હવે તેના ગ્રાહકોને ફ્રોઝન ફુડ્સના સંગ્રહ માટે ફોર સ્ટાર અને થ્રી સ્ટાર રેટેડ ડીપ ફ્રીઝર્સ ખરીદવાની પસંદગી આપે છે.
પર્યાવરણ પ્રત્યે પોતાની પ્રતિબધ્ધતાનું પાલન કરતા ગોદરેજ એપ્લાયન્સિસે તાજેતરમાં ડીપ ફ્રીઝર્સની તેની રેન્જ માટે બીઇઇ સ્ટાર રેટિંગ મેળવવાના સ્વૈચ્છિક તબક્કામાં ભાગ લીધો હતો. આ સાથે, ગોદરેજ ડીપ ફ્રીઝર્સ આ ઉદ્યોગમાં બીઇઇ સ્ટાર રેટિંગ મેળવનાર પ્રથમ કંપની બની છે. ગોદરેજ ડીપ ફ્રીઝર્સ ઊર્જા બચતની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન પણ ઘટાડે છે. આ બ્રાન્ડ તેનાં મુખ્ય ડિઝાઇન ફીચર તરીકે ઊર્જા કાર્યક્ષમતા સાથેની પ્રોડક્ટ્સ ડિઝાઇન કરવાની દિશામાં આરએન્ડડી પર સતત ફોકસ કરી રહી છે.
ગોદરેજ એજ-પેન્ટા સિરીઝ ડીપ ફ્રીઝર્સ ફોર સ્ટાર અને થ્રી સ્ટાર એનર્જી રેટિંગ્સમાં ઉપલબ્ધ છે. ગ્રાહકો આ લિન્ક પર ક્લિક કરીને સ્ટાર લેબલ્ડ પ્રોડક્ટ્સ ખુદ ચકાસી શકે છે- https://www.beestarlabel.com/SearchCompare
ઊર્જા કાર્યક્ષમ ભારતનું નિર્માણ કરવાના વિઝનની દિશામાં વધુ એક પગલું ભરતા ધ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) એ સ્ટાર લેબલિંગ પ્રોગ્રામ ડીપ ફ્રીઝર્સ અને લાઇટ કમર્શિયલ એર કન્ડીશનર્સ (LCAC) ને પણ લાગુ પાડ્યો હતો. રેફ્રીજરેટર્સની જેમ ડીપ ફ્રીઝર્સ પણ ચોવીસે કલાક વપરાય છે, જેથી સ્ટોર કરેલી ચીજો લાંબો સમય જળવાઈ રહે. વસ્તુનું આયુષ્ય વધારવા માટે અને ઊર્જા બચત કરવા માટે સ્ટાર લેબલ ધરાવતી અને વધુ કાર્યક્ષમ પ્રોડક્ટ અપનાવવાથી ગ્રાહકોને નોંધપાત્ર બચત થાય છે.
ગ્રાહકો પોતાની સગવડતા માટે વારંવાર સ્ટોરની મુલાકાત ટાળતા હોવાથી અને હાલમાં મહામારીના સમયમાં તો આરોગ્યની સલામતી માટે પણ વારંવાર બહાર જવું સલાહભર્યું ન હોવાથી ગયા વર્ષે ઘરમાં જથ્થાબંધ વસ્તુ, ખાસ કરીને ફ્રોઝન ફુડ્સનો સંગ્રહ વધી ગયો હતો. તેને પરિણામે, રિટેલર્સને પણ વધુ વસ્તુ સંગ્રહ કરવા ઊર્જા કાર્યક્ષમ કોલ્ડ સ્ટોરેજ સાધનો વસાવવાની જરૂર પડી હતી. 2026-27 સુધીમાં ભારતીય ડીપ ફ્રીઝર માર્કેટ 2015-16માં રૂ. 600 કરોડથી 14.4 ટકાના ચક્રવૃધ્ધિ દરે વધીને રૂ. 2300 કરોડે પહોંચવાની સંભાવના છે.
સ્ટાર લેબલિંગ અંગે ટિપ્પણી કરતા ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ કમલ નંદીએ જણાવ્યું હતું કે, “ડીપ ફ્રીઝર ઇન્ડસ્ટ્રીમાં સૌ પ્રથમ બીઇઇ એનર્જી સ્ટાર રેટિંગ મેળવનાર પ્રથમ બ્રાન્ડ બનવા બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ. ઉચ્ચ કામગીરી ધરાવતી, ઊર્જા કાર્યક્ષમ અને પર્યાવરણને સાનુકુળ પ્રોડક્ટ્સ બનાવવાની અમારી પ્રતિબધ્ધતાને અમે વળગી રહીએ છીએ.
એટલાં માટે જ સ્વૈચ્છિક તબક્કા દરમિયાન બીઇઇ સાથે નોંધણી કરાવનારી પ્રારંભિક કંપનીઓમાંની અમે એક છે. કંપની તરીકે અમે એનર્જી એફિશિયન્સી મુવમેન્ટ સાથે તેના પ્રારંભથી જ સક્રિય રીતે સંકળાયેલા રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ સંકળાયેલા રહીશું.”