ઓક્ટો. ૨૦૨૦ બાદ GST આવક એક લાખ કરોડને પાર
નવી દિલ્હી, દેશમાં આર્થિક પ્રવૃતિમાં વેગ આવ્યો હોવાથી ઓક્ટોબર ૨૦૨૦ પછી સળંગ પાંચ મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલાત રૂ. એક લાખ કરોડને પાર રહી હોવાનું રાજ્યકક્ષાના નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં એક જવાબમાં જણાવ્યું હતું.
કોરોના મહામારીને લીધે ઠપ થયેલા અર્થતંત્રને વેગવંતુ કરવા માટે સરકારે લીધેલા પગલાંને પરિણામે આ શક્ય બન્યું હોવાનું મંત્રીએ વધુમાં જણાવ્યું હતું. જીએસટી વસૂલાત વધી છે. ઈ-વે બિલના ડેટા પર નજર કરીએ તોપગતિવિધિ પણ વધી છે તેમ ઠાકુરે જણાવ્યું હતું. ઓક્ટોબર ૨૦૨૦થી સળંગ પાંચ મહિના સુધી જીએસટી વસૂલાત રૂ. એક લાખ કરોડથી વધુ રહી છે.