Western Times News

Gujarati News

પાન મસાલા ચબાવનારા અને તિલક લગાવનારા ગુંડાઓને મોકલી પરેશાન કરાય છે : મમતા

કોલકતા: રાજયમાં યોજાનાર ચુંટણીઓને ધ્યાનમાં રાખી તમામ રાજકીય પક્ષો જબરજસ્ત ચુંટણી પ્રચારમાં લાગી છે આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર યુપીથી કાર્યકર્તા બંગાળમાં લાવી પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો છે. મમતાએ વિષ્ણુપુરની રેલીમાં દાવો કર્યો કે પાન મસાલા ખાનારા અને તિલક લગાવનારા લોકોને ઉત્તરપ્રદેશ જેવા રાજયોથી ચુંટણી પહેલા અહીં સમસ્યા પેદા કરવા માટે મોકલવામાં આવ્યા અને તે આપણા માટે બહારી ગુંડા છે.

મમતાએ બંગાળી અને બહારી મુદ્દા પર જવાબ આપતા કહ્યું કે અમે વરસોથી બંગાળમાં રહીએ છીએ બીજા રાજયોના લોકો પર બહારી હોવાનો થપ્પો લગાવાતા નથી પરંતુ યુપીના ભાજપના ગુંડા મુશ્કેલી પેદા કરી રહ્યાં છે દીદી અહીં જ અટકયા નહીં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ટીકા કરી અને કહ્યું કે હું જે પણ બોલુ છે તે કરીને બતાવુ છું મોદીની જેમ જુઠ્ઠાણુ ફેલાવતી નથી

મમતાએ વડાપ્રધાનને ખોટા ગણાવતા કહ્યું કે હું પહેલા વડાપ્રધાનની ખુરશીની ઇજ્જત કરતી હતી પરંતુ મેં કયારેય વડાપ્રધાન મોદી જેવા જુઠુ બોલનારા જાેયા નથી નરેન્દ્ર મોદી અમિત શાહ અને અદાણી બધા લુંટ કરી ચાલ્યા જશે એક ગેરૂઆ કપડામાં પાન ચબાવતા આપણા બંગાળની સંસ્કૃતિ ખતમ કરવા આવ્યા છે મમતાએ કહ્યું કે આજે ભાજપના દબાણના કારણે ઉત્તરપ્રદેશમાં પણ આઇપીએસ અધિકારીઓને નોકરી છોડવી પડી રહી છે

તેમણે કહ્યંું ફકત મોદીનું ગેસ બૈલુન ચાલશે જે જુઠ્ઠાણાથી ભરેલુ છે જાે અમે ખાતર વિના પૈસા આપીએ છીએ તો તમારે ગેસ મફતમાં આપવો પડશે મેં જે બોલુ છું તે કરીને બતાવુ છે તમે કહ્યું કે બેટી બચાવો બેટી પઢાઓ પરંતુ એક પણ પૈસા આપ્યા નહીં અમે આપ્યા કારણ કે અમે મોદીની જેમ ખોટી વાત કરતા નથી તેમણે કહ્યું કે મોદી સરકાર કેેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધીઓનો અવાજ બંધ કરી રહી છે પરંતુ તેઓ મારો અવાજ દબાવી શકશે નહીં હું કોઇથી ડરતી નથી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.