Western Times News

Gujarati News

મુંબઇમાં ૨૮-૨૯ માર્ચે જાહેરમાં હોળી ઉજવવા પર પ્રતિબંધ

Files Photo

મુંબઇ: મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે મુંબઈમાં હોળી ઉજવવા પર પ્રતિબંધ મુકી દીધો છે. મ્સ્ઝ્રએ ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં જણાવ્યું છે કે સંક્રમિતોની સંખ્યા ઘટાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં નાઈટ કર્ફ્‌યૂ જાહેર કરી દેવામાં આવ્યો છે. સાથે જ મુંબઈમાં ૨૮-૨૯ માર્ચે જાહેરમાં હોળી ઉજવવા પર પ્રતિબંધ મુક્યો છે. પાલઘરમાં પણ હોળીના આયોજન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

અહીં કોરોનાને કાબૂમાં લેવા માટે સરકાર અનેક પગલા લઈ રહી છે. લોકોને માસ્ક લગાવવા માટે જાગરુક કરવા માટે મુંબઈ લોકલના સીએસટી સ્ટેશન પર સ્ટોલ લગાવાયા છે. અહીં પ્લાસ્ટિક અને બોટલ આપીને બદલામાં માસ્ક આપવામાં આવે છે. મુહિમનું નામ રખાયું છે પ્લાસ્ટિક લાઓ, માસ્ક પાઓ.

આ સિવાય રાજ્ય સરકાર એ વાત પર પણ ભાર મૂકી રહી છે કે વધારે ને વધારે લોકો માસ્ક પહેરે અને ઘરથી બહાર નીકળીને ભીડ કરવાનું ટાળે. સરકાર એ લોકોને દંડ કરી રહી છે જે વિના માસ્ક ઘરની બહાર ફરી રહ્યા છે.
કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર મોખરે છે. અહીં ટેસ્ટિંગને વધારવાનો ર્નિણય લેવાયો છે. અહીં રિકવરી રેટ ૮૮.૭૩ ટકાનો રહ્યો છે. તો મોતનો દર ૨.૧૨ ટકા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં હાલમાં ૨,૩૦, ૬૪૧ એક્ટિવ કેસ છે.

કોરોનાના કેસને લઇને મુંબઈ કોર્પોરેશને કેટલાક કડક ર્નિણયો કર્યા છે. મુંબઈમાં હવે રેન્ડમ એન્ટીજન ટેસ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરકારી ઓફિસ,બજારો અને પર્યટન સ્થળો, બસ સ્ટોપ્સ,ફૂડ સ્ટ્રીટ શોપિંગ મોલ્સ રેલવે સ્ટેશનમાં ટેસ્ટ કરવામાં આવશે. શહેરમાં ટેસ્ટ ફરજિયાત કરી દેવાયા છે. સામેવાળા વ્યક્તિની મંજૂરી વગર જ તેનો ટેસ્ટ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.