વોડાફોન-આઈડિયાને ભારે નુકશાન, ૪૧ લાખ ગ્રાહકોએ કંપની છોડી
મુંબઈ, વોડાફોન-આઈડીયાને થયેલ ભારે નુકશાનની અસર આદિત્ય બિરલા જુથની અન્ય કંપનીઓ ઉપર પણ પડી રહી છે. જેમના સંયુકત માર્કેટ મુલ્યમાં ર૦ મી ઓગષ્ટે ર૧૪૩૧ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો. આનાથી થોડા દિવસો પહેલાં કંપનીના દુરસંચાર એકમે પોતાના ત્રિમાસિક પરીણામો ર૯મી જુલાઈએ જાહેર કર્યો હતો. કંપનીએ ૧૯મી ઓગષ્ટે ગ્રાહકોમાં થયેલ ઘટાડા બાબતે માહિતી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, ૪૧ લાખ ગ્રાહકોએ કંપની છોડી હતી. આના પછી તરત જ કંપનીના સીઈઓ બાલેશ શર્માના સ્થાને રવીન્દ્ર ઠકકરની નિમણુંક કરાઈ હતી. મંગળવારે બીએસઈ ઉપર વોડાફોન આઈડીયાના શેરમાં ૬ ટકા ઘટાડો થયો હતો.
નિષ્ણાંતોનું માનવું છે. કે હરીફ કંપની જીઓ આવતા ૪-પ મહીનામાં ગ્રાહકોની સંખ્યાના મામલે વોડાફોન-આઈડીયાને પાછળ મુકી દેશે. આ પહેલાં એરટેલને પાછળ મુકી હતી. જુન મહીનામાં કંપનીનો માર્કેટ કેપ લગભગ ૪૦ હજાર કરોડ રૂપિયા હતો. એપ્રીલ-જુન ર૦૧૯ના ત્રિમાસીકમાં કંપનીએ ૪૮૭૩.૯૦ કરોડની નુકશાનીનોધાવી હતી. આદિત્ય બિરલાની બધી કંપનીઓનો કુલ માર્કેટ કેપ ર૯મીએ જુલાઈએ ર.૬૯ લાખ કરોડ રૂપિયા હતો જે ઘટીને ર૦ મી ઓગષ્ટેર.૩૧ લાખ કરોડ રૂપિયા રહ્યો હતો.