અભિનેત્રી મલાઈકા અરોરા રસ્તા પર ફૂલ ચોરતી દેખાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Malaika-Arora-1-1024x768.jpg)
મુંબઈ: મલાઈકા અરોરા ફૂલોની ચોરી કરતી પકડાઈ છે. મજેદાર વાત એ છે કે, મલાઈકાએ પોતે જ સ્વીકાર કર્યો છે કે તેણે ફૂલોની ચોરી કરી છે. મલાઈકા અરોરાની આ તસવીર ઈન્ટરનેટ પર ચર્ચામાં છે. મલાઈકાની આમ તો જિમમાં જતી અને ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતી તસવીરો વાયરલ થતી રહે છે. પરંતુ આ વખતે તેણે કંઈક અલગ જ કામ કર્યું છે અને તસવીર પણ શેર કરી છે. એક્ટ્રેસે જે તસવીર શેર કરી છે, તેમાં તેના હાથમાં કાતર જાેવા મળી રહી છે. જ્યારે બીજા હોથમાં બોગનવેલના ફૂલનો ગુચ્છો છે.
મલાઈકાનો ચહેરો ફૂલોથી ઢંકાયેલો છે. આ તસવીરની સાથે તેણે લખ્યું છે કે, ‘ફૂલ ચોર (વસંત અહીંયા છે). મલાઈકાની આ પોસ્ટ પર ફેન્સ જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સે પણ કોમેન્ટ કરી છે. ટિ્વન્કલ ખન્નાએ હાર્ટ ઈમોજી મૂકી છે. તો સેલિબ્રિટી શેફ સારાંશ ગોઈલાએ લખ્યું છે કે, ‘ફૂલ ઈંગ અરાઉન્ડ જાે કે, કેટલાક યૂઝર્સે કોમેન્ટ કરીને મલાઈકા અરોરાની મજાક પણ ઉડાવી છે.
એકે લખ્યું છે કે, ‘બાળક ચોર પણ છે, અર્જુન કપૂરને પણ તેના ઘરવાળા પાસેથી ચોરી લીધો છે’. તો એકે કોમેન્ટ કરી છે કે, ‘હાહાહા ફૂલ ચોર અને અર્જુન કપૂરની દિલ ચોર પણ. મલાઈકા અરોરાને ફૂલ ખૂબ પસંદ છે. આ પહેલા પણ સોશિયલ મીડિયા પર તેનો પુરાવો જાેવા મળ્યો છે. એક્ટ્રેસ જ્યારે બહેન અમૃતા અરોરાના બર્થ ડે પાર્ટીમાં પહોંચી હતી
ત્યારે ત્યાંથી બહાર નીકળતી વખતે તેની કેટલીક તસવીરો સામે આવી હતી. જેમાં તેના હાથમાં મોટા પાનવાળા ફૂલ જાેવા મળ્યા હતા. દેશભરમાં ધીમે-ધીમે ઉનાળાની શરૂઆત થઈ રહી છે. ત્યારે મલાઈકા અરોરાએ થોડા દિવસ પહેલા ઉનાળાનું સ્વાગત કરતી એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તે ટ્રાન્સપરંટ ડ્રેસ પહેરીને સ્વિમિંગ પૂલમાં બેઠેલી જાેવા મળી હતી. આ તસવીર સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાનીના ફોટોશૂટની હતી. તસવીરની સાથે એક્ટ્રેસે લખ્યું હતું કે, ઉનાળો અહીંયા છે.