Western Times News

Gujarati News

વસૂલી મુદ્દે દેશમુખનું રાજીનામું નહી, શિવસેના નેતા સંજય રાઉત

મુંબઇ: મુંબઇ પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના ગંભીર આરોપો પર શિવસેનાએ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામાની મનાઇ કરી દીધી છે. શિવસેન નેતા સંજય રાઉતે કહ્યું કે સરકારને વિપક્ષની ગંદી રાજનિતીનો શિકાર બનવું ન જાેઇએ.

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે ‘મહારાષ્ટ્રના રાજભવનમાં ભાજપના નેતાઓની બે દિવસથી અવર જવર અને ખાણી પીણી ચાલી રહી છે, તેને ચાલવા દો. મહારાષ્ટ્રમાં ન્યાય પ્રક્રિયા ખૂબ જ પારદર્શક છે. ત્યાં તપાસ મુખ્યમંત્રીની નજર હેઠળ થાય છે. એંટીલિયા-સચિન વાઝે કેસમાં વિપક્ષ ગંદું રાજકારણ કરી રહ્યો છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું કે તેમના આરોપોની તપાસ થશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. દૂધમાં કોણે પાણી મિક્સ કર્યું. તે સ્પષ્ટ થઇ જશે.

રાઉતે કહ્યું કે સરકારે વિપક્ષની ગંદી રાજનીતિનો શિકાર ન બનવું જાેઇએ. જાે આમ થયું તો પરંપરા બની જશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં જે વાતચીત ચાલે છે. તેમાં એ છે કે યૂપીએનું પુનર્ગઠન જરૂરી છે. યૂપીએની લીડરશિપ એવા નેતાના હાથમાં હોવી જાેઇએ. જે દેશના બિન ભાજપી દળોનું સંગઠન બનાવે. તેમણે કહ્યું કે દિલ્હીમાં ભાજપની સરકાર નથી તો તે એલજીના દ્રારા પોતાનો અધિકાર બનાવવામાં લાગી છે. જાે દિલ્હીમાં એલજી જ સરકાર ચલાવશે તો અહીં ચૂંટાયેલા સીએમનો શું મતલબ છે. ક્યારેક ભાજપ દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જાે આપવાની વાત કરતી હતી અને આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓના હક ખતમ કરવા પર લાગી છે. શું જ લોકતંત્ર છે.?

તો બીજી તરફ ભ્રષ્ટાચારના આરોપોનો સમાનો કરી રહેલા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે બુધવારે સીએમ ઉદ્ધવ ઠાકરેને મરાઠીમાં પત્ર લખ્યો. દેશમુખએ બુધવારે મોટીરાત્રે આ પત્રને પોતાના ટિ્‌વટર હેન્ડલ પર શેર કર્યો હતો. આ પત્રમાં દેશમુખે મુખ્યમંત્રી ઠાકરે પાસે આગ્રહ કર્યો કે તેમના વિરૂદ્ધ પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ દ્રારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરાવે. તેમણે ટિ્‌વટમાં લખ્યું ‘જાે મુખ્યમંત્રી તેમની વિરૂદ્ધ તપાસનો આદેશ
પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે ગત શનિવારે સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો.

આ પત્રમાં પૂર્વ કમિશ્નરએ આરોપ લગાવ્યો છે કે ગૃહમંત્રી અનિલ દેશમુખ આખા રાજ્યમાં ‘મની કલેક્શન સ્કીમ’ ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ધરપકડ થયેલા સચિન વાઝેને મુંબઇના ડાન્સ બાર અને રેસ્ટોરેન્ટમાંથી ૧૦૦ કરોડ રૂપિયા દર મહિને વસૂલીનો ટાર્ગેટ રાખ્યો હતો. પૂર્વ કમિશ્નરના આરોપો પર સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ કોઇ ર્નિણય લીધો નથી. તો બીજી તરફ ભાજપ સતત આરોપોથી રાજ્યની મહારાષ્ટ્ર સરકાર અધાડી એલાયન્સમાં ગાંઠ પાડતી જાેવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.