Western Times News

Gujarati News

વડાપ્રધાન પહેલા બતાવે પીએમ કેયર ફંડના પૈસા કયાં છે : મમતા

કોલકતા: પૂર્વ મેદિનીપુરના કાંથીમાં ગઇકાલે રેલીમં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મમતા બેનર્જીની સરકારના હિસાબને લઇ સવાલ ઉઠાવ્યા હતાં જેના પર બંગાળના મુખ્યમંત્રીએ આજે પટલવાર કર્યો છે અને દક્ષિણ ૨૪ પરગનાની એક રેલીમાં પુછયું છે કે હું ચોર છું,શું મેં પૈસા ખાધા છે મમતા બેનર્જીએ આ દરમિયાન કહ્યું કે ભાજપની સાથે બંગાળની જનતા ખેલ કરી દેશે.

મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર રાજયને પૈસા આપતી નથી અને વડાપ્રધાન હિસાબ માંગી રહ્યાં છે વડાપ્રધાન મોદી પહેલા એ બતાવે કે પીએમ કેયર ફંડના પૈસા કયાં છે. ટીએમસી સુપ્રીમોએ કહ્યું કે ભાજપની સરકાર ભેલ ગેલ રેલ અને એયપોર્ટ બધુ વેચી દીધુ છે બંગાળની જનતા આ વખતે ભાજપને પાઠ ભણાવી દેશે

બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મીડિયાને ધમકાવી રહ્યાં છે અને ટીએમસીને સર્વમાં ઓછી બેઠકો બતાવવાનું દબાણ કરી રહ્યાં છે.એક સર્વેમાં ભાજપને ૧૭૫ બેઠકો બતાવવામાં આવી છે મમતાએ કહ્યું કે ભાજપ પહેલા ૭૫ બેઠક જીતે અને બાદમાં ૧૭૫ બેઠકો જીતવાના સપના જાેવે તેમણે મંચથી કહ્યું કે લધુમતિ દોસ્તોને હું કહેવા માંગુ છું કે કોંગ્રેસ અને એક નવી પાર્ટીએ ભાજપ સાથે સમજૂતિ કરી છે ભાજપે મતના વિભાજન કરવા માટે એક નવા પક્ષને પૈસા આપ્યા છે. મમતાએ કહ્યું કે કોંગ્રેસ સીપીએમ જેવી પાર્ટીઓ પર પોતાના મત બરબાદ ન કરો તે ભાજપની મદદ કરી રહ્યાં છે.

આ સાથે મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ધોષના તે નિવેદન પર પણ પલટવાર કર્યો જેમાં તેમણે બરમુડો પહેરવાની વાત કહી હતી મમતાએ કહ્યું કે ભાજપ નેતા બોલે છે મહિલાઓને સલવાર સાડી ન પહેરવા જાેઇએ પરંતુ હાફ પેંટ પહેરી મત માંગવા જાેઇએ તેમણે કહ્યું કે કોને શું પહેરવું એ તેમની ઇચ્છા પર નિર્ભર કરે છે.

તેમણે કહ્યું કે ફરીથી સરકાર બનશે તો સુંદરવનને નવો જીલ્લો બનાવવામાં આવે એ ભાજપની જેમ દગાબાજ પાર્ટી નથી અમે વિકાસમાં વિશ્વાસ કરીએ છીએ બેનર્જીએ કહ્યું કે એમ્ફનના સમયે કેન્દ્રે કોઇ મદદ કરી નથી અને ન તો ભાજપના કાર્યકર્તાઓએ કોઇ મદદ કરી અમે વાવાઝોડાના સમયે ૧૯ લાખ લોકોનો જીવ બચાવ્યો છે.મોદીએ ફકત પૈસા આપવાનું વચન આપ્યું પરંતુ પૈસા મળ્યા નથી
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એકવાર ફરી અહીં મંચ પર ચંડીપાઠ કર્યો અને ભાજપ પર પ્રહાર કર્યો આ પહેલા પણ તેઓ અનેક મંચો પર ચંડીપાઠ કરતા નજરે પડયા છે. જેને લઇ ભાજપ તેમના પર પ્રહારો કરી ચુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.