વિજયનગર પોળોના જંગલને કોરોનાનું ગ્રહણ લાગ્યું
સાબરકાંઠા: વિજયનગરનું પોલો ફોરેસ્ટ માં ફરી એકવાર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જાે તમે પોલો ફોરેસ્ટમાં પીકનીકનો કાર્યક્રમ બનાવતા હોય તો ચેતી જજાે કેમ કે લગાડાયો છે અહિ વહિવટી તંત્ર દ્રારા પ્રતિબંધ. વિજયનગરનું પોલો ફોરેસ્ટ આમ તો પ્રવાસીઓ માટે વન ડે પીકનીકની સ્થળ મનાય છે. કવિ ઉમાશંકર જાેશીની એક પંક્તિ છે. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી;
પશુ છે પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ! ત્યારે આ પંક્તિઓ અહિ ખરા અર્થમાં સાર્થક થતી હોય છે અને સહેલાણીઓ અહિ આવી મનભેર આનંદ પણ માણે છે. પરંતુ હાલ આ વનરાજીને પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. ફરી એકવાર વહીવટી તંત્ર દ્રારા આગામી સમયના તહેવાર હોવાની સાથે રજાઓ રહેવાને પગલે પોલો ફોરેસ્ટ પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.
તારીખ ૨૭ થી ૨૯ સુધી પ્રતિબંધ તો એપ્રિલ માસની ૨થી૪ તારીખ, ૧૦થી૧૧ તારીખ,૧૩થી૧૪ તારીખ, ૧૭થી૧૮ તારીખ, અને ૨૧, ૨૪ અને ૨૫ તારીખનાં રોજ પોલો ફોરેસ્ટ માં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. જેનાથી પ્રવાસીઓનો વધુ ન આવે અને કોરોનાનુ સંક્રમણ વધુ ન ફેલાય, વહિવટી તંત્ર દ્રારા આ દરમિયાન ખાનગી તેમજ મુસાફર વાહનો માટે પણ પ્રતિબંધિત ઝોન જાહેર કર્યો છે
જેમાં ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા ૩ રસ્તા સુધી નો પ્રતિબંધિત વિસ્તાર છે. ખાસ કરીને અહિ શનિવાર અને રવિવાર તો આ ઉપરાંત જાહેર રજાના દિવસે વધુ પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે આ પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે જેથી મોટી જનમેદની અહિ એકત્રિત ન થાય તો હવે વન ડે પીકનીકની રજાઓ માણવા તમે પોલો ફોરેસ્ટ નો પ્રોગ્રામ બનાવતા હોય તો ચેતી જજાે. આમ કોરોના વાઇરસના કારણે પ્રવાસીઓની સંખ્યાને માપમાં રાખવા માટે આ ર્નિણય કરવામાં આવ્યો છે. અગાઉ પણ વિજયનગરમાં આ પ્રકારે જંગલ બંધ કરવામાં આવ્યું હતું ત્યારે ફરી કેસ વધતા સરકારે આ ર્નિણય લેવાની ફરજ પડી છે.