બ્રાઝિલમાં એક દિવસમાં કોરોનાથી ૩૦૦૦ હજાર કરતા વધુના મૃત્યુ
રિયોડી જેનેરિયો: દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલમાં કોરોના વાયરસની ગતિએ દુનિયાની ચિંતા વધારી દીધી છે. અહીં પ્રથમવાર એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણથી ૩૦૦૦ હજાર કરતા વધુ લોકોના મૃત્યુ થયા છે. પાછલા કેટલાક સપ્તાહથી બ્રાઝિલ દુનિયામાં દરરોજ કોરોનાથી થઈ રહેલા મોતના મામલામાં પ્રથમ સ્થાને છે. મંગળવારે બ્રાઝિલમાં ૩૨૫૧ લોકોના મૃત્યુ થયા છે.
બ્રાઝિલમાં સૌથી વધુ વસ્તુવાળા રાજ્ય સાઓ પાઉલોમાં ૧૦૨૧ લોકોના મોત થયા, જે પાછલા વખતની સર્વાધિક સંખ્યા ૭૧૩ની તુલનામાં ખુબ વધુ છે. મહામારીએ બ્રાઝિલની સ્વાસ્થ્ય સિસ્ટમને ધ્વસ્ત કરી દીધી છે. હોસ્પિટલોમાં આઈસીયૂ બેડ અને ઓક્સિજનના ભંડાની કમી છે. હાલના દિવસોમાં મોટાભાગના રાજ્યોમાં પ્રતિબંધો લગાવાયા છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ મહામારીની ગંભિરતાને મહત્વ ન આવતા કહ્યું કે, અર્થવ્યવસ્થા ચાલૂ રાખવી જાેઈએ જેથી તેની સ્થિતિ ખરાબ ન થાય.
તેમણે સ્થાનીક નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા સ્વાસ્થ્ય સંબંધી પગલાઓની પણ ટીકા કરી હતી. શુક્રવારે તેમણે બે રાજ્યો અને બ્રાઝિલના સંઘીય જિલ્લા દ્વારા લાગૂ કરવામાં આવેલા કર્ફ્યૂને અમાન્ય કરવા માટે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી. પરંતુ સર્વોચ્ચ અદાલતે પહેલા ચુકાદો આપ્યો હતો કે ગવર્નર અને મેયરને આ પ્રકારના પ્રતિબંધ લગાવવાનો અધિકાર છે.
જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર બ્રાઝિલમાં કુલ મૃતકોની સંખ્યા ૩,૦૦,૦૦૦ ની નજીક પહોંચી ગઈ છે, જે કોવિડ-૧૯થી મોત થવાના સંબંધમાં અમેરિકા બાદ બીજા સ્થાન પર છે. મોત અને સંક્રમણના મામલામાં હજુ અમેરિકા ટોપ પર છે. જ્યારે ભારતનું સ્થાન દુનિયામાં ત્રીજુ છે. વેક્સિનેશન બાદ પણ સંક્રમણની વધી રહેલી ગતિએ દુનિયાની ચિંતામાં વધારો કર્યો છે.