ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ દર ૧૨.૮ ટકા રહી શકે છે
નવીદિલ્હી: ભારતીય અર્થવ્યવસ્થાને લઇને મોટા ખુશખબર આવ્યા છે. ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે ભારતીય અર્થવ્યવસ્થા અંગે નવું અનુમાન લગાવ્યું છે.ફિચના અનુસાર ૧ એપ્રિલથી શરૂ થનારા નાણાકિય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા ૧૨ ટકાથી પણ વધુ ઝડપે આગળ વધશે. ફીચે ભારતના આર્થિક દરના જૂના અનુમાનને અપડેટ કરીને નવો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ૨૦૨૧-૨૨ના નાણાકિય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ દર ૧૨.૮ ટકા રહી શકે છે.
ફિચે પહેલા ૨૦૨૧-૨૨માં ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ દર ૧૧ ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું પરંતુ હવે જે પ્રકારે સંકેત મળી રહ્યા છે તે અનુસાર ફીચે પોતાના રિપોર્ટમાં સુધારો કર્યો છે અને પહેલાના મુકાબલે ૧.૮ ટકાના દરથી વધારાનું નવો અંદાજ લગાવ્યો છે.ફિચે પહેલા આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(ૈંસ્હ્લ) અને મૂડીઝ(સ્ર્ર્ઙ્ઘઅજ)એ પણ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતનો ઇકોનોમિક ગ્રોથ રેટ ૧૧.૫ ટકા અને ૧૨ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. જાેકે ફિચનો જે નવો રિપોર્ટ સામે આવ્યો છે તેમાં ભારતનો ઇકોનોમિક ગ્રોથ ૧૨.૮ ટકાના દરનો અંદાજ લગાવયો છે.
કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. વેક્સિન તો ભારતની સાથે કેટલાક અન્ય દેશોએ પણ બનાવી લીધી છે પરંતુ જેટલા ઓછા ભાવમાં ભારતે વેક્સિન તૈયાર કરી છે, તેમાં ભારત સૌથી આગળ છે. ભારતમાં વેક્સિનેશન પ્રક્રિયાના વખાણ પણ કેટલાક લોકો કરી ચૂક્યા છે. હાલમાં જ નંદન નીલેકનિએ પણ ભારતમાં વેક્સિનેશન પ્રક્રિયાની ખુલ્લા દિલથી વખાણ કર્યા છે. ઇનફોસિસના કૉ-ફાઉન્ડર નંદન નીલેકનિએ તો માંગ પણ કરી દીધી છે કે ભારતને દુનિયાનું વેક્સિન કેપિટલ જાહેર કરી દેવું જાેઇએ.
ભારતની સાથે ફિચે ૨૦૨૧-૨૨માં અમેરિકાનો જીડીપી ગ્રોથ રેટ ૬.૨ ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. એજન્સીએ આ પહેલા અમેરિકાના ઇકોનૉમિક ગ્રોથ રેટ ૪.૫ ટકા રહેવાનો અંદાજ લગાવાયો છે. ચીનનો ઇકોનૉમિક ગ્રોથ રેટ ૮.૪ ટકા રહેવાનો અંદાજ લગાવાયો છે જે પહેલા ૮ ટકા રહેવાનો અંદાજ હતા. યૂરોપિયન યૂનિયન ઇકોનૉમિક ગ્રોથના અનુમાન ફિચે કેટલાક ફેરફાર નથી કર્યા, આ પહેલાની જેમ જ ૪.૭ ટકા રાખવામાં આવ્યો છે.