ગાંધીનગર કોર્ટના ચાર જજ કોરોના પોઝિટિવ
ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં કોરોનાએ માઝા મૂકી છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકીય નેતાઓ અને વિધાર્થીઓ શિક્ષકો, બેંક કર્મચારી, આઈટી કર્મચારી બાદ કોર્ટના જજ અને કર્મચારીઓમાં કોરોના વાઇરસે માઝા મૂકી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર કોર્ટ સંકુલમાં કાર્યરત ૪ જજને કોરોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જયારે કોર્ટ પરિસરમાં કાર્યરત ૪ કર્મચારીઓનો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કોર્ટ સંકુલમાં મોટી સંખ્યામાં કોરોના કેસ મળી આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસને પગલે સુરતમાં કોર્ટ સંકુલ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સુરતમાં કોર્ટમાં માત્ર અરજન્ટ મેટર જ ચલાવાશે. આજથી ૫ એપ્રિલ સુધી અરજન્ટ મેટર ચાલશે. સુરત વકીલ મંડળ દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.
જીલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા ર્નિણય લેવામાં આવ્યો છે. રિમાન્ડ, જામીન અરજી, સહિતની અરજન્ટ મેટર ચલાવવા ર્નિણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના કેસનો આંક સતત આગળ વધી રહ્યો છે રાજ્યમાં કોરોના સંક્રમીતોની સંખ્યા ૩ લાખની નજીક પહોચવામાં આવી છે. ગત રોજ આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ૧૭૯૦ કોરોના કેસ નોધાયા હતા. જયારે ૭ લોકોના મોત થયા હતા. રાજ્યમાં હાલમાં રસી કરણ ચાલુ છે. અને રોજના ૩ લાખ લોકોને રસી આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.