Western Times News

Gujarati News

ખેડૂતોને આપત્તિમાં કોઈ વર્ષે નુક્સાન થવા દીધું નથીઃસી આર ફળદુ

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યુ છે કે વર્ષ ૨૦૨૨માં રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યાં છીએ એ માટે અમે નક્કર પગલાં લીધા છે. ખેડૂતોના પડખે ઊભાં રહેવા માટે પાક વીમાના ઑલ્ટરનેટ તરીકે દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરીને રૂ. ૩૭૦૦ કરોડનું પેકેજ આપ્યું છે.

વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળમાં ઉપસ્થિત થયેલા અમરેલી જિલ્લામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગેના પ્રશ્નની ચર્ચામાં સહભાગી થતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, પાક વિમાના ઑલ્ટરનેટ માટે આ યોજના અમે લાવ્યા છીએ. વરસાદ ઓછો પડે ત્યારે ખાનગી કંપની પૂરતું વળતર આપતી નહોતી એવા સમયે ખેડૂતોને સહાયરૂપ થવાનો અમારો પ્રયાસ છે.

જેમાં અતિવૃષ્ટિ, માવઠુ, અનાવૃષ્ટિમાં આ સહાય ચૂકવાય છે. જેમાં નિયત ધારા-ધોરણો છે. SDRF મુજબ પણ સહાય ચૂકવાય છે. દરેક જિલ્લામાં પૂરતો વરસાદ પડતો થયો છે અને પાક ઉત્પાદન વધતા હજારો કરોડોની ટેકાના ભાવે ખરીદી પણ અમારી સરકારે કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.