સરકારી કંપનીઓના ઓડીટ કરતી પીપારા એન્ડ કં. પર ACBનાં દરોડા
જમીન વિકાસ નિગમમાં મોટાપાયે આચરેલો ભ્રષ્ટાચાર બહાર આવ્યો -બે CAની અટકાયતઃ માલિકો વિરુધ્ધ એલઓસી નોટીસ ઈશ્યુ
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત રાજયમાં જમીન વિકાસ નિગમ દ્વારા ખેત તલાવડી અને ટાંકા બનાવવાની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચારના ગુનાઓ સામે આવ્યા હતા જેને પગલે સરકાર દ્વારા આ નિગમ બંધ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ આ મામલે એસીબી જાેડાતાં તેમણે તપાસ હાથ ધરી હતી. Two accountants of Ahmedabad (Gujarat) firm held in GLDC farm pond scam
જેમાં ઓડીટની શંકાસ્પદ કામગીરી બહાર આવતા ઓડીટર તરીકે નિમણૂંક કરવામાં આવેલી પીપારા એન્ડ કંપની નામની સીએ ફર્મ ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં કંપનીએ તમામ નિયમો નેવે મુકીને ભ્રષ્ટાચાર આચર્યાનું ધ્યાને આવ્યું હતું.
જમીન વિકાસ નિગમ દ્વારા રાજયમાં ખેત તલાવડી અને ટાંકા બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જાેકે આ કામગીરી શરૂ થયા બાદ તેમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાની બુમ ઉઠી હતી અને પ૦થી વધુ ફરીયાદો નોંધાઈ હતી જેને પગલે સરકોર આ નિગમ બંધ કરવાની ફરજ પડી હતી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આ ફરીયાદોની તપાસ કરવામાં આવતા સરકારી કંપનીની ઓડીટર તરીકે રોકાયેલી અમદાવાદની પીપારા એન્ડ કંપની નામની સીએ ફર્મની સંડોવણી ખુલી હતી જેથી બે તરફ તપાસ સઘન કરવામાં આવતા સ્થળ વિઝીટ, કામો નિયમ મુજબ થયેલ છે કે નહી તે જાેવાની કામગીરી જેવા સામાન્ય નિયમોનું પણ પાલન કરવામાં આવ્યુ નહતું.
ઉપરાંત કેટલાય સ્થળોએ ખેત તલાવડી બની ન હોવા છતાં પીપારા કંપનીના સીએ દ્વારા ખોટા રીપોર્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત પ્રિ ઓડીટના પ્રમાણપત્ર પણ અપાયા હતા. વધુમાં ખેડુતો દ્વારા કોઈ શ્રમદાન કે તેની અવેજીમાં ૧૦ ટકા ફાળો ગુજરાત રાજય જમીન વિકાસ નિગમમાં આપેલ ન હોવા છતાં ઓડીટમાં તે દર્શાવ્યો હતો.
જેનાં પગલે એસીબી અમદાવાદના લો ગાર્ડન ખાતે આવેલી પીપારા કંપનીમાં દરોડા પાડ્યા હતા અને મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ ટીમમાં ૧૦ જેટલા પીઆઈ, બે ફાઈનાન્સીયલ એડવાઈઝર, ફોરેન્સીક એડવાઈઝર, નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટીના નિષ્ણાંતો અને ૪૦ પોલીસ કર્મીઓ જાેડાયા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન ઓફીસમાંથી મોટાપાયે વાંધાજનક દસ્તાવેજાે મળી આવ્યા હતા. ઉપરાંત કમ્પ્યૂટરોની હાર્ડ ડીસ્ક સહીતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન કંપનીના બે સીએ ભૌમિક ગાંધી તથા મિતેશ ત્રિવેદીને પણ ઝડપી લેવાયા હતા આ બંને એસીબીના ર૩ ગુનામાં સંડોવાયેલા છે જેમાંથી ૧૮ ગુનામાં તેમની જામીન અરજીઓ પણ રીજેક્ટ કરવામાં આવી છે એસીબી દ્વારા પીપારા કંપનીના માલિકો નમન પીપારા તથા જ્ઞાનચંદ પીપારા વિરુધ્ધ એલઓસી નોટીસ ઈશ્યુ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કંપની સરકારના જાહેર સાહસોનું પણ ઓડીટ કરતી હોવાથી અન્ય સરકારી કંપનીઓમાં કરેલા ભ્રષ્ટાચાર પણ બહાર આવવાની શક્યતા છે.