Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં ધૂળેટીની જાહેર ઉજવણી પર પ્રતિબંધ

File

અમદાવાદ, પ્રવર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિના કારણે આગામી તહેવાર સરકારે જાહેર કરેલા નિયમોને આધિન ઉજવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે હોળી-ધૂળેટીના તહેવાર અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે.

જે અનુસાર ૨૮ માર્ચના રોજ હોળી તથા ૨૯ માર્ચના રોજ ધૂળેટી છે. શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ફોજદારી અધિનિયમ અને ૧૮૬૦ની કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી કરાશે. હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે

તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે-સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. હોળીકા દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સંબંધમાં પ્રવર્તમાન ગાઈડલાઈનું ચૂસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવી પડશે. ધૂળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામુહિક કાર્યક્રમ પર પ્રતિબધ રહેશે.

હોળી-ધૂળેટીના તહેવારમાં કોઈપણ વ્યક્તિએ જાહેર જગ્યાએ આવતા-જતાં રાહદારીઓ ઉપર અથવા મકાનો કે મિલકતો, વાહનો ઉપર અથવા વાહનો પર મુસાફરી કરતા વ્યક્તિઓ પર કાદવ, રંગ અથવા રંગ મિશ્રિત પાણી જેવી વસ્તુઓ નાખવી નહીં. હોળી-ધૂળેટીના દિવસે પૈસા ઉઘરાવવા નહીં અથવા બીજા કોઈ ઈરાદાથી જાહેરા રસ્તા ઉફરા આવતા-જતાં રાહદારીઓ અથવા વાહનોને રોક શકાશે નહીં.

સામાન્ય સંજાેગોમાં હોળી-ધૂળેટીના તહેવારોની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ ઉપર મોટી સંખ્યામાં એકત્રિત થતાં હોય છે. અમદાવાદ શહેરમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાથી કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ છે.

રાજ્યમાં ધૂળેટીની સાર્વજનિક ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યા બાદ ગૃહ વિભાગ દ્વારા મુસ્લિમ સમાજના ૨૮ માર્ચના તહેવાર શબ-એ-બારાતને લઈને પણ કોરોનાની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવામાં માટેની સૂચના આપવામાં આવી છે. ગૃહ વિભાગે જણાવ્યું કે, શબ-એ-બારાત દરમિયાન લોકો સામુહિક પ્રાર્થના કરતા હોય છે અને ધાર્મિક વિધિ કરવામાં આવે છે. મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં મસ્જિદમાં ભેગા થતા હોય છે. આવા સંજાેગોમાં કોરોના સંક્રમણ વધવાની શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.