સુરેન્દ્રનગરમાં ઢોંગી ભુવાને પોલીસે પકડી પાડ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/Arrested-scaled.jpeg)
સુરેન્દ્રનગર, જિલ્લમાં અલગ અલગ તાલુકામાં હાહાકાર મચાવનાર મનુ ભુવો આખરે પોલીસન સકન્જામાં આવી ગયો છે. સુરેન્દ્રનગરના વઢવાણના નાથ બાવા વિસ્તારમાં રહેતા આ ઢોંગી ભુવાએ અનેક મહિલાઓને ભોળવી ટાર્ગેટ બનાવતી હતી. આ ભુવો એકાન્તમાં જાેવા મળતી મહિલાઓને ટાર્ગેટ પડી અને તેમને જ શિકાર બનાવતો હતો.
ભુવાએ મહિલાઓનાં દાગીના પડાવી લીધા હોવાના ૧૪ ગામમાંથી કિસ્સા સામે આવ્યો છે. આ શાતિર ભુવો બાઇક લઈને શિકારની શોધમાં ખરાબપોરે નીકળતો અને એકલ દોકલ ઘરે રહેતી મહિલાઓને ‘ટાર્ગેટ’ બનાવતો હતો. પોતે ભુવો હોવાનું કહી દુઃખ દરદ અને કોર્ટ કચેરીનાં કામ તંત્રમંત્રથી કરી આપવાનું કહેતો.
ક્યારે કૂકૂર રિપેરીંગ કરવા કે ગેસ રિપેરીંગ માટે આવ્યો હોવાનું કહી પછી એકલી મહિલાને જાેઈને પોતે ભુવો હોવાનું કહીને જાળ બીછાવતો હતો આ ઢોંગી ભુવો આ શખ્સ મહિલાઓને તાત્રિક વિધિ માટે અગરબત્તી લાવવાનું કહેતો ઘૂપ માટે છાણુ લાવવાનું કહીને પહેલા સોનાનાં ઘરેણાં ઉતારવી લેતો સંમોહનમાં આવી ગયેલી મહિલાઓ પૂરતી બેભાન જેવી આવસ્થામાં આવી જતી ત્યારે ધૂપ ફેરવવા ગયેલી મહિલાનાં સોનાનાં ઘરેણાંની ઉઠાંતરી કરી લેતો હતો.
આ શખ્સે સુરેન્દ્રનગર જિલ્લના વઢવાણ, જાેરાવરનગર, લખતર, ધ્રાંગધ્રા, પાણીસીના,સુરેન્દ્રનગર જીઆઇડીસી વિસ્તાર સહિત અનેક વિસ્તારોને ટાર્ગેટ કર્યા હતા. વઢવાણ આંબાવાડી વિસ્તરમાં નાથ બાવા સોસાયટીમાં રહેતો આ શખ્સ નામે મનુ સોલંકી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.