દિલ્હીમાં માર્ચમાં જ પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચ્યો
નવી દિલ્હી : આ વખતે હોળી પર દિલ્હીમાં ગરમીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. સોમવારે દિલ્હીમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું છે. જેણે પાછલા બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. દિલ્હીના સફદરજંગમાં ૪૦.૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ૧૯૪૫ પછી માર્ચ મહિનામાં સૌથી વધારે તાપમાન છે. વધી રહેલા તાપમાને લોકોની ચિંતા વધારી દીધી છે. દેશની રાજધાની દિલ્હીમાં ગરમીનો પારો વધી રહ્યો છે. માર્ચ મહિનામાં જ ગરમીના બધા રેકોર્ડ તૂટી ગયા છે.
૭૬ વર્ષમાં પ્રથમ વખત બન્યું છે જ્યારે માર્ચમાં દિલ્હીનું તાપમાન ૪૦ ડિગ્રીને વટાવી ગયું છે. દિલ્હીમાં તાપમાન સામાન્યથી ૮ ડિગ્રી વધારે રેકોર્ડ થયું છે. જાેકે મોસમ વિભાગે મંગળવારે તેમાં ઘટાડો થશે તેવી વાત કહી છે. હવે તાપમાન ૩૬ ડિગ્રી સુધી રહેવાનો અંદાજ છે. આ સાથે મંગળવારે દિલ્હીમાં તેજ પવનનો અંદાજ છે.
મોસમ વૈજ્ઞાનિકોના મતે દિલ્હીમાં ૧૯૪૫ પછી પ્રથમ વખત આટલી વધારે ગરમી જાેવા મળી છે. ૨૯ માર્ચે દિલ્હીમાં ગરમીનો પાર ૪૦.૧ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. માર્ચ મહિનામાં પ્રથમ વખત દિલ્હીમાં લૂ જેવી ગરમ હવાનો અનુભવ થયો છે. આ પહેલા આવી ગરમી એપ્રિલ-મે માં પડે છે. મોસમ વિભાગના મતે મંગળવારે તેજ પવન રહેશે. જેના કારણે દિલ્હીવાસીઓને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. ગરમીમાં રાહત મંગળવારે જ નહીં બુધવારે પણ જાેવા મળશે.