વીરમગામ – સામાખિયાળી ડબલિંગ પ્રોજેક્ટનું કામ વિવિધ વિભાગોમાં પૂર્ણ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Viramgam-Samakhiyali-DP_3-scaled.jpeg)
પેસેન્જર સેવાઓ અને માલ યાતાયાતને ગતિ મળશે- 2020-21માં વીરમગામ – સામાખિયાળી પ્રોજેક્ટના 71.58 કિ.મી. ડબલિંગનું કાર્ય પૂર્ણ
છેલ્લા 05 વર્ષમાં પશ્ચિમ રેલ્વેએ ગુજરાત રાજ્યમાં રેલ્વેના માળખાગત વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વધતી જતી મુસાફરોની સુવિધાઓ સાથે ગેજ કન્વર્ઝન, ઇલેક્ટ્રિફિકેશન, ડબલિંગ અને માનવરહિત સ્તરના ક્રોસિંગને દૂર કરવા જેવા પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યા છે.
આ જ સાંકળમાં આગળ વધતાં પશ્ચિમ રેલ્વેએ વિરમગામ-સામાખિયાળી ડબલિંગ પ્રોજેક્ટના 71.58 કિ.મી. ખંડના ડબલિંગ કાર્યને પૂર્ણ કરીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. 23 અને 24 માર્ચ 2021 ના રોજ, વેસ્ટર્ન સર્કલના રેલ્વે સંરક્ષા આયુત્ત દ્વારા પ્રોજેક્ટના વિવિધ વિભાગોના કામોની દેખરેખ રાખવામાં આવી હતી. પશ્ચીમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલના ઉર્જાસભર નેતૃત્વ હેઠળ પૂર્ણ થયેલા પ્રોજેક્ટના વિવિધ વિભાગોનું ડબલિંગ અને આ વિસ્તારોમાં સેવાઓ અને નૂર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો સુનિશ્ચિત કરશે.
પશ્ચીમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ પ્રેસ રિલીઝ મુજબ વિરમગામ – સામાખિયાળી ડબલિંગ પ્રોજેક્ટના ધનાલા – વાધરવા (25.283 કિ.મી.) અને માલિયા મિયાણા – સુરબારી ‘બી’ કેબીન ખંડનું (10387 કી.મી.) રેલ સુરક્ષા આયૂત્ત દ્વારા નિરીક્ષણ બાદ આ વિભાગોને મુસાફરો અને નૂર ટ્રાફિક માટે ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી.
આ નાણાકીય વર્ષની શરૂઆતમાં, પ્રોજેક્ટના અન્ય બે વિભાગો, સાદલા-જટપીપાલી (18.223 કિ.મી.) અને સુખપુર-ધનાલા (17.587 કિ.મી.) ની કામગીરી ક્રમશ ઓગસ્ટ, 2020 અને માર્ચ, 2021 માં શરૂ કરવામાં આવી હતી. તે પણ નોંધનીય છે કે કોવિડ -19 ના મુશ્કેલ પડકારો હોવા છતાં આ તમામ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા હતા. આ સાથે 2020-21માં વીરમગામ – સામાખિયાળી ડબલિંગ પ્રોજેક્ટનું 71.58 કિ.મી.નું ડબલિંગ કામ પૂર્ણ થયું હતું.
શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે ધનાલા – વાધરવા વિભાગ પર ટ્રાફિક માટે મહત્તમ ગતિ 95 કિમી પ્રતિ કલાકની છે અને માલિયા મિયાણા – સુરબારી ‘બી’ કેબીન વિભાગ માટે મહત્તમ 80 કિમી પ્રતિ કલાકની ગતિને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટને ભારતીય રેલ્વેના એક નિર્ણાયક પ્રોજેક્ટ તરીકે માનવામાં આવે છે,
કારણ કે વિરમગામ-સામાખિયાળી વિભાગ રેલ્વેનો મુખ્ય નૂર બનાવનાર કોરિડોર છે. વેસ્ટર્ન રેલ્વેના ચીફ એડમિનિસ્ટ્રેટિવ (ફિસર (કન્સ્ટ્રકશન) શ્રી સુધાંશુ શર્મા અને તેમની ટીમે આ નવા ડબલિંગલ વિભાગના કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવ્યું છે,
જે લાઈન ક્ષમતામાં ઉત્તમ વૃદ્ધિ તરફ દોરી જશે અને આ પ્રોજેક્ટ સાથે કામ કરશે રેલ્વે આની સાથે આ રેલ્વે લાઇન સાથે જોડાયેલા તમામ વિસ્તારોને ફાયદો થશે. આનાથી સ્થાનિક લોકો માટે મુસાફરી સરળ બનશે અને આ ક્ષેત્રોમાં સામાજિક-આર્થિક વિકાસની ખાતરી પણ થશે. આ પ્રોજેક્ટના ડબલિંગ ભાગો સાથે આ ક્ષેત્રમાં સામૂહિક વિકાસની નવી રીત ખુલી છે.