ડો.હર્ષવર્ધને પોતાની પત્ની સાથે રસીનો બીજાે ડોઝ લીધો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Harsh_Vardhan_EPS_Image-scaled.jpg)
નવીદિલ્હી: કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો હર્ષવર્ધને આજે કોરોના વેકસીનનો બીજાે ડોઝ લીધો હતો તેમની સાથે તેમની પત્ની નૂતન ગોયલે પણ વેકસીનનો બીજાે ડોઝ લીધો હતો.બંન્ને દિલ્હી હાર્ટ એન્ડ સંગ ઇસ્ટિટયુટમાં રસી લગાવી હતી.
કેન્દ્રીય મંત્રી અને તેમના પત્નીએ આ પહેલા બે માર્ચે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો ડો હર્ષવર્ધનની કચેરીએ પોતાના સત્તાવાર ટિ્વટર હૈંડલથી રસી આપવાની વીડિયો શેર કરી હતી.
ડો હર્ષવર્ધને રસીની ડોઝ લીધા બાદ કહ્યું કે મેં અને મારી પત્નીએ કોવૈકિસન લગાવી છે તેમણે કહ્યું કે વેકસીન લગાવ્યા બાદ કોઇ રીતની કોઇ સમસ્યા થઇ નથી અને વેકસીન કોવિડની વિરૂધ્ધની વડાઇમાં સંજીવનીનંું કામ કરશે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમણે અને તેમની પત્નીએ ૨૫૦ પ્રતિ ડોઝ આપી રસી લગાવી હતી
કેન્દ્રીય આરોગ્યમંત્રીએ દેશના નાગરિકોને પણ કોરોના વેકસીનની રસી લેવા માટેની અપીલ કરી હતી તેમણે કહ્યું કે તમામ નાગરિકોએ રસી લઇ કોવિડ સામે લડાઇ લડવાની જરૂર છે.