Western Times News

Gujarati News

વિરોધ બાદ મણિપુર સરકારે મ્યાનમારથી આવેલા શરણાર્થિઓ માટેનો આદેશ પરત લીધો

File

ઇમ્ફાલ: મણિપુરમાં સરકારે તે આદેશને પાછો લઈ લીધો છે જેમાં મ્યાનમારથી આવનારા લોકોને ઘૂસતા રોકવા અને તેમના માટે રાહત શિબર કે ખાન પાનની વ્યવસ્થા પર મનાઈ ફરમાવવામાં આવી હતી. આ આદેશને લઈને ૫ જિલ્લાના કમિશ્નરને ૨૬ માર્ચના રોજ ચિઠ્ઠી લખવામાં આવી હતી. આ તમામ જિલ્લા મણિપુરની બોર્ડર સાથે જાેડાયેલા છે. સરકારે કહ્યું કે ફક્ત માનવીય અથવા પછી મેડકલની જરુરિયાતના આધાર પર જ લોકોને ભારતમાં આવવા દેવામાં આવશે. સરકારને ડર છે કે તે નાગરિક ભારતમાં શરણાર્થિ બનીને ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી શકે છે.

મણિપુર સરકારના આ આદેશ પર ભારે ટીકા થઈ. સરકારે આ આદેશને લઈને અનેક લોકોએ દાવા કર્યા કે દેશની માનવીય પરંપરાની વિરુદ્ધ છે. હવે સરકાર તરફથી ૨૯ માર્ચે નવી ચિઠ્ઠી જારી કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે જૂની ચિઠ્ઠીના આદેશને લોકોએ અલગ રીતે સમજી લીધો છે. જેમાં લખવામાં આવ્યું છે કે સરકાર માનવીય આધાર પર મ્યાનમારના લોકોની મદદ કરી રહી છે. તેના લઈને તમામ પગલા ઉઠાવી રહી છે. ભારત આવનારા લોકોને સારવાર કરાવવા માટે ઈમ્ફાલ મોકલવામાં આવી રહ્યો છે.

મણિપુરના ગૃહ સચિવ એચ જ્ઞાન પ્રકાશ તરફથી આના પર એક ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે સેન્ય સત્તાપલટ બાદ મ્યાનમારના નાગરિકો ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં જિલ્લાને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે તેમને દેશમાં ઘૂસવા ન દે. શરણાર્થિઓ માટે રાહત શિબિર બનાવે તથા ન ખાવા પીવાની વ્યવસ્થા કરે. તે શરણ માંગવા આવે તો તેને હાથ પગ જાેડી પાછા મોકલી દેવામાં આવે.

તમામ જિલ્લા પાસેથી રિપોર્ટ માંગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારત અને મ્યાનમારની વચ્ચે લગભગ ૧૬૪૩ કિલોમીટરની બોર્ડર છે.
મિજાેરમના અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે મ્યાનમારમાં ફેબ્રુઆરીમાં થયેલા સૈન્ય સત્તાપલટા બાદથી ત્યાંથી રાજ્યમાં આવનારા શરણાર્થિઓની સંખ્યા ૧હજાર કરી દેવામાં આવી છે. અત્યાર સુધી ઓછામાં ઓછા ૧૦૦ લોકોએ તેમના દેશમાં પાછા મોકલી દેવાયા છે.

પરંતુ તે છુપાઈને પાછા ભારતની સીમામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ મોટાભાગના લોકો બોર્ડરના ગામમાં રહી રહ્યા છે અને સ્થાનીક એનજીઓ તેમને મદદ કરી રહી છે. કેટલાક લોકો પોતાના સંબંધીઓની પાસે રહી રહ્યા છે. મોરે તામૂ બોર્ડર પર મોટી સંખ્યામાં મ્યાનમારના નાગરિકોએ ભારતની સીમામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ પણ હતા. જાે કે સુરક્ષાકર્મીઓએ તેમને આવવા નહોંતા દીધા. મીડિયા રિપોર્ટ મુજબ ગોળી વાગવાના કારણે ૩ નાગરિકો ભારતની સીમામાં મદદ માટે પહોંચ્યા હતા. હાલમાં ત્રણેયની સારવાર મણિપુરમાં ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.