રાજકોટનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર

ભુજ: રાજકોટ જિલ્લાનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ભુજની જનરલ હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ફરાર થઈ જતા ખળભળાટ મચ્યો છે. નિખિલ દોંગા અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ કચ્છની પાલારા જેલમાં ખસેડવામા આવ્યો હતો. જેલમાં બંધ આરોપીની તબિયત લથડતા ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાંથી ચકમો આપી ફરાર થઈ જતા પોલીસતંત્રમાં દોડધામ મચી છે.
કચ્છ જિલ્લાની પોલીસના જાપ્તામાંથી ટૂંક સમયમાં જ એક બાદ એક ચાર આરોપીઓઓ ફરાર થઈ જતા પોલીસની કામગીરી સામે સવાલ ઉભો થયો છે. પહેલા સચિન ઠક્કર, ત્યારબાદ જેઆઇમાંથી બાંગ્લાદેશી, ભુજની મેન્ટલ હોસ્પિટલમાંથી ભચાઉનો એક કેદી અને હવે ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા ભુજની જનરલ હોસ્પિટલમાં ફરાર થતા પોલીસ જાપ્તાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
નિખિલ દોંગા ગેંગ સામે કુલ ૧૧૭ ગુના નોંધાયા છે. જેમાં ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી, વીરપુર, ભાયાવદર, જેતપુર, ભક્તિનગર, માલવિયાનગર, રાજકોટ તાલુકા, ગાંધીગ્રામ, પ્રદ્યુમ્નનગર, ક્રાઇમ બ્રાંચમાં, લીંબડી, થાન, જાેરાવરનગર, કેશોદમાં ફરિયાદો નોંધાઇ છે. નિખિલ દોંગા સામે ૨૦૦૩થી ૨૦૨૦ સુધીમાં ૧૪ ગંભીર ગુના નોંધાયા છે. હાલ જેલમાં રહેલા શક્તિસિંહ ચુડાસમા સામે ૩૨, વિજય જાદવ સામે ૧૩, અક્ષય ઉર્ફે ગીરી દૂધરેજિયા સામે ૭, વિશાલ પાટકર સામે ૬, દેવાંગ જાેષી સામે ૫, નવઘણ શિયાળ અને દર્શન પટેલ સામે ૪-૪, નરેશ સિંધવ સામે ૩ ગુના નોંધાયા છે.
નિખિલ દોંગા અને તેની ટોળકીદ્વારા ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરવામાં આવતું હતું. આરોપીઓ ધાકધમકી આપી, માર મારી, મિલકત નુકસાન પહોંચાડતા અને મિલકત પચાવતા હોવાનું પણ સામે આવ્યું છે. નિખિલના સાગરીતો અને અન્ય ૬ લોકો અનઅધિકૃત રીતે જેલમાં રહેતા હતા અને જેલમાં રહી જમીન પચાવવા અંગે પ્લાન બનાવતા હતા. પેરોલ જમ્પ કરી બહાર આવી લોકોને ધાકધમકી આપી ડરાવતા હોવાનું સામે આવ્યું છે.
૧૯ વખત પેરોલ પર નિખિલ દોંગા બહાર આવ્યો છે અને તેના પર ૧૪ જેટલા ગુના નોંધાયેલા છે.
નિખિલ દોંગા અને તેની ગેંગના સાગરિતો ગોંડલ જેલમાં બંધ હોવા છતા પોતાનું ક્રાઈમ નેટવર્ક ચલાવતા હોવાનો ખુલાસો થયો હતો. નિખિલ દોંગા અને તેની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ ગોંડલ જેલના તત્કાલીન જેલર ડી.કે. પરમાર સામે પણ ગુજસીટોકનો ગુનો નોંધવામા આવ્યો હતો. જેલર ડી.કે.પરમારે નિખિલ દોંગા અને તેની ગેંગને જેલમાં ફેસિલીટી પૂરી પાડી હોવાનો ખુલાસો થયો હતો. જેલમાં બેસી ગેંગ ચલાવવા નિખિલ દોંગા કુખ્યાત હોય ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ ગેંગના તમામ સાગરિતોને અલગ અલગ જેલમાં ખસેડવાનો ર્નિણય કરાયો હતો.