Western Times News

Gujarati News

પુણેમાં કિશોરી પર ગેંગ રેપ બાદ છાતીમાં ગોળી મારી

Files Photo

પુણે: ૧૪ વર્ષની એક છોકરી પર ગેંગરેપ કરનારા આરોપીઓએ તેની છાતીમાં ગોળી મારી, જાેકે શર્ટના ખિસ્સામાં પડેલા મોબાઈલને કારણે પીડિતાનો ચમત્કારિક બચાવ થયો હોવાની એક ચોંકાવનારી ઘટના પુણેમાં બની છે. પીડિતા સાથે આ ઘટના ૧૫ દિવસ પહેલા બની હતી. જાેકે, તે એટલી બધી ડરેલી હતી કે તેણે આ અંગે કોઈને વાત નહોતી કરી.
પોલીસે આ ઘટનાનો પત્તો કઈ રીતે લગાવ્યો તે પણ કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી.

પુણે ક્રાઈમ બ્રાંચની ટીમે પિસ્તોલ સાથે શ્રીકાંત રાજેન્દ્ર કાલે નામના ૨૩ વર્ષના એક યુવકને પકડ્યો હતો. તેની પાસેથી ત્રણ બુલેટ પણ મળી હતી. હથિયારને ચેક કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે તેનો તાજેતરમાં જ ઉપયોગ પણ થયો છે. પોલીસે શ્રીકાંતની આકરી પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે તેના એક મિત્રએ પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું.

પુણે ક્રાઈમ બ્રાંચના પીઆઈ મહેન્દ્ર જગતાપના જણાવ્યા અનુસાર, ૨૬મી માર્ચે શ્રીકાંત હથિયાર સાથે પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી હતી. જાેકે, પિસ્તોલમાંથી ફાયરિંગ થયું હોવાની જાણ થતાં તપાસમાં એક નવો જ એંગલ સામે આવ્યો હતો. આરોપી શ્રીકાંતે પોલીસને કહ્યું હતું કે તેના એક મિત્રએ એક છોકરીને ડરાવવા માટે પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું.

આરોપીએ પોલીસને એમ પણ કહ્યું હતું કે, છોકરીની છાતી પર ફાયરિંગ કરાયું હતું, પરંતુ તેણે પહેરેલા શર્ટના ખિસ્સામાં એક મોબાઈલ ફોન હતો. જેના કારણે છોકરીનો જીવ બચી ગયો હતો. આ માહિતી મળતા જ પોલીસે ભોગ બનનારી છોકરીને પણ શોધી કાઢી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.