Western Times News

Gujarati News

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિનું વધુ એક કૌભાંડ સામે આવ્યું

પાટણ, પાટણની હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ખોટી સહી કરી યુનિવર્સિટીમાં નાણાંની ઉચાપત કર્યાના પુરાવા સામે આવ્યા છે. કુલપતિ ડોક્ટર જે. જે. વોરાએ આચરેલા કૌભાંડનો તપાસ કમિટિના રિપોર્ટમાં સામે આવ્યું છે.

વિદ્યાર્થીઓની સ્કોલરશીપ, કર્મચારીઓનું ભથ્થું અને રી ટેસ્ટના નામે નાણાંની ઉચાપત કરી યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરી હતી. જે અંગે ડોક્ટર પી. જે. પટેલની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચાઈ હતી. જેમાં કુલપતિ ડોક્ટર જે. જે. વોરોની સંડોવણી સામે આવી હતી. જે. જે. વોરા કેમીસ્ટ્રીઅ વિભાગના હેડ હતા ત્યારે નાણાકીય ઉચાપત અને રેકર્ડ સાથે છેડછાડ કરી હતી.

સાથે ખોટી સહીઓ કરી યુનિવર્સિટીના નાણાંની ઉચાપત પણ કરી હોવાના પુરવા સામે આવ્યા છે. ત્યારે એમબીબીએસ અને ઉત્તરવહી કૌભાંડ બાદ ખુદ કુલપતિ ડોક્ટર જે.જે.વોરાનું કૌભાંડ ખુલતા ખળભળાટ મચી ગયો છે. એચએનજીયુના કુલપતિનું વઘુ એક કૌભાંડ ખૂલ્યું છે. ડો.જે જે વોરાના વધુ એક કૌંભાડના પુરાવા સામે આવ્યા છે.

તેમણે કેમેસ્ટ્રી વિભાગના વડા દરમ્યાન કૌભાંડ આચર્યું હતું. તેમણે ખોટા બિલો રજૂ કરી લાખો રૂપિયાની ઉચાપત કર્યાના પુરાવા સામે આવ્યા છે. ત્યારે પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કૌભાંડો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. આ વચ્ચે યુનિવર્સિટીના કુલપતિ જેજે વોરાના હટાવવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જે. જે. વોરાને રજા પર ઊતારીને અન્યને ચાર્જ અપાઈ શકે છે.

વિવિધ ફેકલ્ટીના ડીનની પણ સરકારે યાદી મંગાવી છે. ત્યારે વિવિધ ફેકલ્ટીના ડીનને પાટણ યુનિવર્સિટીનો ચાર્જ અપાઈ શકે છે. જાેકે, બીજી તરફ, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કૌભાંડો મામલે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કથિત ઉત્તરવહી ગેરરીતિની તપાસ મામલે ઉચ્ચ શિક્ષક નિયામક નગરાજનને તપાસ સોંપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.