Western Times News

Gujarati News

“ડાન્સ દીવાને ૩” ૧૮ ક્રૂ મેમ્બર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

મુંબઈ, ગોરેગાંવમાં આવેલા મુંબઈ ફિલ્મિસ્તાન સ્ટૂડિયોમાં વીકએન્ડમાં ડાન્સ દીવાને ૩ના સેટ પર ફફડાટ ફેલાઈ ગયો હતો. વાત એમ છે કે, શોના ૧૮ ક્રૂ મેમ્બર્સનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રોડ્યૂસર અરવિંદ રાવે તાત્કાલિક નવા લોકોની વ્યવસ્થા કરી હતી જે કોરોનાથી સંક્રમિત થયેલા સભ્યોને રિપ્લેસ કરી શકે.

૧૮નો આંકડો ઘણો વધારે છે. માધુરી દીક્ષિત, તુષાર કાલિયા, ધર્મેશ યેલાંડે તેમજ હોસ્ટ રાઘલ જુયાલ સહિત ડાન્સ દીવાને ૩ સાથે સંકળાયેલા તમામ લોકોમાં ડર પેસી ગયો હતો. જ્યારે આ અંગે જનરલ સેક્રેટરી અશોક દુબેનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે, જે કંઈ થયું તે દુર્ભાગ્યશાળી છે.

અમે પ્રાર્થના કરીએ છીએ કે, જે પણ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે તેઓ જલ્દી ઠીક થઈ જાય. શોમાં હંમેશા કાસ્ટ અને ક્રૂનો પ્રી-ટેસ્ટ કરવામાં આવે છે અને તેથી તેમને નવા ક્રૂ શોધવા માટેનો સમય મળી ગયો હતો. તેમનું આગામી શૂટિંગ ૫મી એપ્રિલે છે અને ફરીથી પ્રી-ટેસ્ટ કરવામાં આવશે. જેમનો કોરોના નેગેટિવ હશે તેમને જ મંજૂરી આપવામાં આવશે અને આગળ જતા પણ આ જ પ્રક્રિયાને અનુસરવામાં આવશે’.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હાલ શો પાસે લાઈવ ઓડિયન્સ નથી તેમજ ફિલ્મો પણ ઓછી રિલીઝ થઈ રહી હોવાથી સેલેબ્સ પણ પ્રમોશન માટે આવતા નથી. ત્યારે શોના દરેક એપિસોડમાં અલગ-અલગ મહેમાનોને આમંત્રિત કરવામાં આવે છે. શોના ગ્રાન્ડ પ્રીમિયમમાં ફેમસ કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા આવ્યો હતો. આ સિવાય પરિણીતી ચોપરાએ તેની ફિલ્મ ‘સાઈના’ના પ્રમોશન માટે આવી હતી.

તો ગત એપિસોડમાં વહીદા રહેમાન, આશા પારેખ, હેલન, રણજીત અને પ્રેમ ચોપરા એમ વીતેલા જમાનાના પાંચ એક્ટર્સ મહેમાન બન્યા હતા. તો સાન્યા મલ્હોત્રા પગલેટના પ્રમોશન માટે આવી હતી. ડાન્સ દીવાને ૩ના જજની વાત કરીએ તો, પહેલી બે સીઝનમાં ફિલ્મમેકર શશાંક ખેતાન પણ હતો. જેને આ સીઝનમાં ધર્મેશ યેલાંડેએ રિપ્લેસ કર્યો છે. શોનો હોસ્ટ અર્જુન બિજલાની હતો જેને રાઘવ જુયાલે રિપ્લેસ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.